તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાચવણી બની મુશ્કેલી:દાંતીવાડા કૃષિ યુનિ.ની કાંકરેજી ગાય-મહેસાણી ભેંસ સાથે 85 પશુઓને કાંટ પાંજરાપોળ મુકાયાં

દાંતીવાડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર વર્ષેથી પશુઓની હરાજી ન થતાં સાચવણી મુશ્કેલ બની
  • દૂધ આપતી 18 કાંકરેજી ગાય અને 18 નાના વાછરડાંઓને પણ મુકાયા

દાંતીવાડા સરદાર કૂષિનગર યુનિવર્સિટીની કાંકરેજી ગાયો અને મહેસાણી ભેંસોને કાંટ પાંજરાપોળ મોકલી દેવાઈ છે. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં સારી ઓલાદવાળી કાંકરેજી ગાયો તેમજ મહેસાણી ભેંસો તેમજ વાછરડીઓ સહિતના પશુઓની જાહેર હરાજી થતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ સારી ઓલાદવાળા પશુઓ ઊંચી બોલી લગાવી ખરીદવા આવતા હોય છે.

પરંતુ કેટલાક કારણોસર છેલ્લા ચાર વર્ષથી આ હરાજી બંધ રહેતા અહીં પશુઓની સંખ્યામાં વધારો થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે આ કૃષિ યુનિવર્સિટીમાં આ પશુઓની સાચવણી અને કાળજી રાખવી મુશ્કેલ બનતા હાલમાં આ ઉચ્ચ ઓલાદની કાંકરેજી ગાયો અને મહેસાણી ભેંસોને ડીસાની કાંટા પાંજરાપોળમાં મુકવામાં આવી છે. જેના લીધે પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

સરકારે કીધુ્ એટલો પાંજરોપોળમાં મોકલી : ડો.એચ.એચ.પંચાસરા
‌‌‘હરાજી બંધ રાખી, એટલે ગવર્મેન્ટ એવું કીધું કે નજીકના પાંજરાપોળમાં પશુઓ મુકવા. અમારી કેપિસિટી ચારસો-પાંચસો પશુઓની છે. જેથી કાંટ પાંજરાપોળમાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ સહિત નાના-મોટા પશુઓ મુકવામાં આવ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...