તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દાંતીવાડા કૃષિનગર યુનિવર્સિટીની કાંકરેજી ગાયો અને મહેસાણી ભેંસો પાંજરાપોળમાં નહીં મુકાય

દાંતીવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ પાંજરાપોળમાં મુકવા મામલે પશુપાલકોએ વિરોધ કરતાં કુલપતિએ હાથ અધ્ધર કર્યા
  • પાંજરાપોળમાં મોકલવામાં આવેલી 19 કાંકરેજી ગાયો પરત લાવવા દોડધામ

દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા કાંકરેજી ગાયો અને મહેસાણી ભેંસોને પાંજરાપોળમાં મોકલવાના વિવાદાસ્પદ નિર્ણય બાદ હવે સત્તાધીશો વિનામૂલ્યે આપેલા પશુઓને પરત લાવવા દોડધામ ચાલુ કરી છે.પશુપાલકોના વિરોધ પછી સત્તાધિશોએ નમતુ જોખવું પડ્યું હતુ.

દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી પશુ સંશોધન કેન્દ્રમાંથી શુક્રવારના ઉચ્ચ ઓલાદના 85 પશુઓ પાંજરાપોળમાં વિનામૂલ્યે મોકલવાનો નિર્ણય કર્યો હતો. તેમાંથી ડીસાની કાંટ પાંજરાપોળમાં 19 જેટલી કાંકરેજી ગાયો મોકલી દેવામાં આવી છે. જે બાદ ચારેકોર પશુપાલકોનો વિરોધ ઉઠતા અધિકારીઓ કરેલ નિર્ણય માત્ર 12 કલાકમાં જ બદલવો પડ્યો હતો. અને જે કાંકરેજી ગાયો પાંજરાપોળમાં મોકલવામાં આવી છે તે પણ પરત લાવવા કાર્યવાહી હાથ ધરી છે. યુનિવર્સિટીના પશુઓને પાંજરાપોળમાં મોકલવાના નિર્ણય મામલામાં કુલપતિ આર.એમ.ચૌહાણ કંઈ પણ જાણતા ન હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધા છે.

પશુઓ પાછા લાવવામાં આવશે
‘હરાજી બંધ રાખવાનું કારણ એવું છે કે ગૌશાળાની હાજરીમાં હરાજી કરવાની છે. સરકારની જે રજીસ્ટર ગૌશાળા હોય એને જ હરાજીમાં ભાગ લેવાનો, ખેડૂતોને આ પશુઓ હરાજીમાં આપવાના નથી. બધા પશુઓ નથી મોકલાયા, 19 પશુઓ મોકલવામાં આવ્યા છે, મોકલાવેલા પશુઓ પાછા લાવવા પડશે.’ : હર્ષદ પંચાસરા (પશુ સંશોધન વૈજ્ઞાનિક-દાંતીવાડા)

અન્ય સમાચારો પણ છે...