આપઘાત:દાંતીવાડાના રતનપુર ગામમાં પતિના ત્રાસથી પત્નીએ ઝેરી દવા ગટગટાવી

દાંતીવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુ નથી જોઇતી તેમ કહેતાં લાગી આવ્યું, મહિલાને સારવાર અર્થે ખસેડાઈ

દાંતીવાડા તાલુકાના રતનપુર ગામે પતિએ તુ નથી જોયતી તેમ કહી ત્રાસ આપતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવી હતી. તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે મહિલાએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

ડાવસના વસંતાબેન માનસુંગજી ઠાકોરના લગ્ન સાત વર્ષ અગાઉ રતનપુર ગામે ગોવિંદજી ગલાબજી ઠાકોર સાથે થયા હતા. જેમને એક પુત્ર છે. દરમિયાન પતિ ગોવિંદજી, સસરા ગલાબજી તલાજી ઠાકોર, સાસુ એમપીબેન ઉર્ફે ડાહીબેન ગલાબજી ઠાકોરે તુ નથી જોઇતી તેમ કહી ત્રાસ ગુજારતા હતા. આથી લાગી આવતાં વસંતાબેને ઘરમાં પડેલી ઝેરી દવા પીતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વસંતાબેને ત્રણેય સામે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...