તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ જ સંજીવની:પાંથાવાડામાં 700 શુગરવાળા દર્દીએ બે ડોઝ લીધા હતા, એથી કોરોનામાં સાજા પણ થયા, પણ 45 વર્ષીય યુવાને રસી નહોતી લીધી તો 70 ટકા ફેફસાં ખરાબ

પાંથાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસી લેનાર દર્દીનો સીટી સ્કેન, પાંચ દિવસમાં જ કોરોનાને હંફાવ્યો. - Divya Bhaskar
રસી લેનાર દર્દીનો સીટી સ્કેન, પાંચ દિવસમાં જ કોરોનાને હંફાવ્યો.
  • રસી લીધેલા અને રસી નહીં લેનારા બે દર્દીનાં ફેફસાંના રિપોર્ટ
  • રસીના બંને ડોઝ લીધા હોય તેમને કોરોના થયો હોય ત્યારે હોમ આઇસોલેટ થઈને પણ કોરોનાને હરાવી દેતા હોવાનાં ઉદાહરણો છે

વેક્સિન માટે હવે લોકોમાં ભારે માગ ઊઠી છે. જેમણે પહેલો ડોઝ લીધો તેઓ બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે. જ્યારે હજુ કેટલાક લોકો વેક્સિન બાબતે ઉદાસીન છે એવામાં પાંથાવાડાની તિરુપતિ કોવિડ કેરમાં આવેલા 2 દર્દીના કેસ પરથી વેક્સિનેશનનું મહત્ત્વ સમજાઈ જાય છે. અહીં એક 55 વર્ષીય દર્દીએ રસીના બે ડોઝ લીધા હોવાથી ડાયાબિટીસ 700 હોવા છતાં કોરોનાને 5 દિવસમાં હરાવ્યો છે. જ્યારે 45 વર્ષીય યુવાને રસી લીધી ન હોવાથી 70 ટકા ફેફસાં ડેમેજ થઇ જતાં હાલ ઓક્સિજન પર છે. આમ વેક્સિન સંજીવની સાબિત થઈ રહ્યું છે.

રસી ન લેનાર દર્દીનો સીટી સ્કેન, હજુ પણ ઓક્સિજન પર.
રસી ન લેનાર દર્દીનો સીટી સ્કેન, હજુ પણ ઓક્સિજન પર.

જે લોકોએ રસીના બંને ડોઝ લીધા હોય તેમને કોરોના થયો હોય ત્યારે હોમ આઈસોલેટ થઈને પણ કોરોનાને હરાવી દેતા હોય છે. પાંથાવાડા તિરુપતિ કોવિડ કેરમાં તબીબ ડો.હિમાંશુ ગઢવી પાસેથી બે દર્દીના સીટી સ્કેન રિપોર્ટ જોયા તો એક 55 વર્ષના દર્દી કે જેમણે વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી ડાયાબિટીસ 700 હોવા છતાં કોરોના સામે ઓક્સિજન વગર 5 દિવસમાં દવાથી કોરોના સામે જંગ જીત્યા છે.

તો આજ કોવિડ કેરમાં 45 વર્ષના એક દર્દી કે જેમણે રસીનો એકપણ ડોઝ લીધો નથી તેમણે બીજી કોઈ બીમારી ન હોવા છતાં 70 ટકા ફેફસાં ડેમેજ સાથે હાલ ઓક્સિજન પર સારવાર હેઠળ છે. ડો.ગઢવીએ જણાવ્યું હતું કે ‘કોરોનાની રસી લેવાથી શરીરને નુકસાન ઓછું થાય છે, જેથી માણસ બચી શકે છે, પરંતુ રસી લીધી ન હોય તો ફેફસાંને વધુ ડેમેજ કરી નાખે છે. તસવીર કિરણ ત્રિવેદી.

અન્ય સમાચારો પણ છે...