કાલે મતગણતરી થશે:દાંતીવાડા તાલુકામાં 15 ગ્રામ પંચાયત ચૂંટણીનું 76.10 ટકા મતદાન થયું

દાંતીવાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાંતીવાડામાં આઈ.ટી.આઈ કોલેજ ખાતે કાલે મતગણતરી થશે

દાંતીવાડા તાલુકામાં 15 ગ્રામ પંચાયત ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, તાલુકાના 33 547 મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે પૈકી 25 529 મતદારોએ મતદાન પ્રક્રિયામાં સાંજે 5 વાગ્યા સુધી ભાગ લીધો હતો. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે 6 વાગ્યા સુધીમાં 76.10 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ ભાવી ઉમેદવારોના મત પેટીઓમાં સિલ કરવામાં આવ્યા હતા, મત ગણતરી મંગળવારના સવારે દાંતીવાડામાં આવેલ આઈ.ટી.આઈ કોલેજ ખાતે યોજાશે.

અમીરગઢ તાલુકાની 21 ગ્રામ પંચાયતોમાં છ વાગ્યા સુધીમાં 80.14 ટકા મતદાન
અમીરગઢ : અમીરગઢ તાલુકામાં રવિવારે 21 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના 82 જ્યારે સભ્યપદના 442 ઉમેદવારો માટે મતદાન યોજાયું હતુ. જે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતુ. જ્યાં અમીરગઢ તાલુકાના ભાયલ ગ્રામ પંચાયત ના તાબા હેઠળ આવતા ડાભચતરા ગામે અને કાનપુરા ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા થળા ગામે સૌ પ્રથમ વખત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. છ વાગ્યા સુધીમાં 80.14 ટકા મતદાન થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...