યુવા સ્નેહ મિલન:દાંતીવાડામાં ભાંડોત્રામાં મેવાણીએ ભાજપ -RSS વિરુદ્ધ ટિપ્પણી કરી ભાજપને મત ન આપવા શપથ લેવડાવ્યા

દાંતીવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુસુચિત જાતીના યુવાનો દ્વારા યુવા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

દાંતીવાડાના ભાંડોત્રામાં મંગળવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને યુવા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ભાજપ - આરએસએસ વિરૂધ્ધ ટિપ્પણી કરી શપથ લેવડાવતાં ગરમાવો પ્રસર્યો છે.

ભાંડોત્રા ગામમાં સમસ્ત અનુસુચિત જાતીના યુવાનો દ્વારા મંગળવારે જીગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને યુવા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રેલી યોજી સ્વાગત કરાયું હતુ. ધનિયાવાડા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સભા યોજી હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ ભાજપ અને આરએસસની વિચારધારા પર ચાબખા માર્યા હતા. તેમજ બુધ્ધની વિચાર ધારા સાથે તાલમેલ મિલાવવાની વાત કરી તેમજ દાંતીવાડા તાલુકાના દલીત સમાજના યુવાનોને બાબા સાહેબ આંબેડકરના શપથ લેવડાવી ભાજપને વોટ ન આપવાની તેમજ આર.એસ.એસ.ની શાખામાંપગ ન મૂકવાના શપથ લેવડાવતાં રાજકીય ગરમાવો પ્રસર્યો હતો.સ્નેહ મિલનમાં જીગ્નેશ મેવાણી પોતે દલિત સમાજ સાથે અન્ય સમાજ જેવા કે ઠાકોર, દેવીપુજક, રાવળ, મુસ્લિમ, આદીવાસી, વિચરતી વિમુક્ત જાતી તમામ ગરીબ વર્ગ સાથે દોસ્તી કરવાની વાત કરી હતી તેમજ આ સમાજ ગુજરાત લોકોને એક તારીખ નક્કી કરી સવાર 12 થી સાંજે 6 વાગ્યા સુધી ગાંધીનગર ખાતે તેમના ક્વાર્ટરમાં તેમના પ્રશ્નો સાંભળવાનું કહ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...