તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જમીનના ઉતારામાં બોજાની ખોટી નોંધ કરાતાં ગોઢ ગામના ખેડૂતની આત્મવિલોપનની ચીમકી

દાંતીવાડા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષો નીકળી ગયા છતાં ઉતારામાં બોજો નીકળતો નથી

દાંતીવાડા તાલુકામાં જમીનના ઉતારામાં બોજાની ખોટી નોંધ કરાતાં દાંતીવાડાના ગોઢ ગામના ખેડૂતને ન્યાય ન મળતાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. એક ગરીબ ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના ખેડૂત ઇશ્વરજી છગનજી કોળીએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી મામલતદારને સોમવારે લેખિત અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે, ગામમાં ખાતા નંબર-284 થી રેવન્યુ સર્વે નંબર 252 પૈકી 1 (જૂનો સર્વે નંબર 77/7 પૈકી 1) થી 0-30-00 હે.આરે.ચો. ખેતીની જમીન છે.

જે જમીનમાં દાંતીવાડા દેના બેન્કનો રૂપિયા એક લાખનો બોજો નોંધ નં.1647 થી નોંધાયેલ છે. આ જમીનમાં ખેડૂત દ્વારા એક રૂપિયો પણ લોન લીધી નથી. છતાં જમીનમાં બીજાની નોંધ પાડી દેવામાં આવી છે. જમીનના ઉતારામાં રહેલ બોજા કમીની નોંધ અઢી વર્ષ આસપાસ નોંધ પ્રમાણિત કરાઈ હતી. છતાં આજ દિન સુધી ઉતારામાં બેંકના બોજાની વિગત દર્શાયેલી છે. જેના કારણે અન્ય લૉન જેવા સરકારી લાભો મળી શકતા નથી.

આ અંગે છેલ્લા કેટલાય સમયથી મામલતદાર કચેરીમાં આવ્યા છીએ પણ કોઈ કામ થયું નથી. જો પાંચ દિવસ સુધી જમીનના ઉતારામાં બોજો નહીં નીકળે તો દાંતીવાડા મામલતદાર કચેરી આગળ 20 ફેબ્રુઆરીના આત્મવિલોપન કરીશ.ખેડૂત દ્વારા થોડા સમય અગાઉ જિલ્લા કલેક્ટરને પણ બોજા બાબતે સંપૂર્ણ જરૂરી કાગળો સાથે લેખિત અરજી કરાઈ હતી.

અરજી મારી પાસે આવી નથી:મામલતદાર
ગોઢ ગામના ખેડૂતની આત્મવિલોપન અરજી બાબતે દાંતીવાડા મામલતદાર કૌશિક શિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું,કે હજી અરજી મારી પાસે આવી નથી, આવશે એટલે કાર્યવાહી કરવામાં આવશે. આમ આ વાતથી જાણે મામલતદાર અજાણ હોવાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો