છેતરપિંડી:ભાટરામની યુવતીના ખાતામાંથી ગઠિયાએ ઓનલાઈન ઉપાડી લીધા

દાંતીવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના ભાટરામની યુવતી જયશ્રીબેન મહેશ્વરીના ફોન ઉપર શુક્રવારના એક ફ્રોડ કોલ આવ્યો હતો અને તે પોતે ફોન પે માંથી બોલુ છું તેમ કહીને યુવતીને વાતમાં ભોળવી આ ફોન કરનાર ગઠિયાએ પાંથાવાડા એસ.બી.આઈ. અને બેન્ક ઓફ બરોડાના બેંક ખાતામાંથી રૂપિયા 65 હજાર ગાયબ કરી નાખ્યા હતા. આથી પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા જયશ્રીબેનએ તુંરત પાંથાવાડા પહોંચીને તેના બેંક એકાઉન્ટ ચેક કરતા આ રકમ ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફ્રોડ કોલથી છેતરપિંડી થતા જયશ્રીબેન મહેશ્વરીએ ફરિયાદ નોંધવા તજવીજ હાથ  ધરી છે.

અન્ય સમાચારો પણ છે...