પેટાચૂંટણી:દાંતીવાડા તાલુકા પંચાયતની બે સીટોની પેટા ચૂંટણીમાં ૬ ઉમેદવાર વચ્ચે જંગ

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા તાલુકા પંચાયતની બે સીટની પેટા ચૂંટણીનુ આયોજન કરવામાં આવેલ છે.પેટાચૂંટણી માટે આપ,કોંગ્રેસ અને ભાજપ ના ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરતા હવે ત્રિપાંખીયો જંગ જામવાનો છે.દાંતીવાડા તાલુકા પંચાયતની બે બેઠકની પેટા ચૂંટણી આગામી તા.૩ ઓકટોબરે સવારના ૮ થી સાંજના પ કલાક દરમિયાન યોજાશે, જેમાં નાંદોત્રા બ્રહ્મણવાસ અને ગોઢ તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી થશે.

આ પેટા ચૂંટણીની નોટિસ-જાહેરનામુ તા.૧૩ સપ્ટેમ્બર ના પ્રસિધ્ધિ કરવામાં આવ્યુ હતું. પેટા ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, જેમાં ગોઢ સીટ પરથી ભાજપમાં ટીનાબેન પટેલ કોંગ્રેસમાં ઠાકોર શારદાબેન અને આમ આદમી પાર્ટીમાંથી બબીબેન મકવાણા એ ઉમેદવારી નોંધાવી છે,જ્યારે નાંદોત્રા બ્રા.વાસની સીટ પરથી ભાજપ પાર્ટીમાં કાંતાબેન મકવાણા આમ આદમી પાર્ટીમાં શુશીલાબેન મકવાણા તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાબેન ચૌહાણે વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ત્યારે આ પેટા ચૂંટણીમાં કયા ઉમેદવાર વિજય બનશે એ આવનાર સમયમાં ખબર પડશે, આગામી તા ૫ ઓક્ટોબર ના મતગણતરી હાથ ધરવામાં આવશે.પેટા ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એડીચોટીનુ જોર લગાવશે.

અન્ય સમાચારો પણ છે...