તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દાંતીવાડામાંથી નકલી પોલીસ જવાન ઝડપાયો

દાંતીવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરીનો યુવક ખાખી વરદી સાથે એરગન રાખી પોલીસ હોવાનો રોફ જમાવતો હતો

નકલી પોલીસ બની લોકોને ખંખેરતા એક શખ્સને દાંતીવાડા પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસ બની લોકો સાથે છેતપિંડી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.ધાનેરી ગામનો વિરસંગ કાળુભાઇ ચૌધરી પોલીસ હોવાનો રોફ જમાવતો હતો.જેની પાસેની બેગમાંથી એક એરગન તેમજ પોલીસની ખાખી વરદી પણ મળી આવી હતી.

પી.એસ.આઈ એ.આર ચૌધરીએ વિશેષ પુછતાછ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.આ શખ્સએ ક્યારથી નકલી પોલીસ બની ફરી રહ્યો છે અને કેટલા લોકોને ખંખેર્યા છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે. હાલ તો નકલી પોલીસ ડ્રેસ અને એરગન કબ્જે કરી IPC કલમ 171 મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...