તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:પાલનપુરના મડાણા ગામમાં પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરનાર એક શખ્સની અટકાયત

દાંતીવાડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પકડાયેલા શખ્સનો કોરોના રિપોર્ટ કરાવ્યો, બે શખ્સોને ઝડપવા ચક્ર ગતિમાન કર્યો

પાલનપુર તાલુકાના મડાણા નજીક ત્રણ શખ્સો બુધવારે પોલીસ કર્મીના મુક બધિકર ભાઇ ઉપર તિક્ષ્ણ હથિયારો વડે હૂમલો કરી રહ્યા હોવાનો વિડિયો કોલ જોઇને દાંતીવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતો તેનો ભાઇ અન્ય સહ કર્મીઓ સાથે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં હૂમલાખોરો વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓને ઇજા થતાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગઢ પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી.જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યો છે.

દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુળ દાંતીવાડા તાલુકાના કોટડા (ભાખર)ના પોલીસકર્મી પ્રવીણભાઇ રઘનાથભાઇ ચૌધરીના મુક બધિર ભાઇ વિનોદભાઇ ઉપર ગઢ પોલીસની હદમાં મડાણા (ડાંગીયા)ના મહેશભાઇ અમરતભાઇ રબારી, કરમશીભાઇ મફાભાઇ રબારી અને નિખીલભાઇ બાબુભાઇ રબારી સાથે અગમ્ય કારણોસર બબાલ થઇ હતી. જ્યાં ચાલુ બબાલે વિનોદભાઇએ વીડિયો કોલ કરતા પ્રવિણભાઇ ચૌધરી, સહ કર્મીઓ અશોકભાઇ ધનાભાઇ અને પરબતસીગ ફોજાજી સાથે ખાનગી વાહનમાં ત્યાં દોડી ગયા હતા. જ્યાં મારામારી થતાં ત્રણેય પોલીસ કર્મીઓને ઇજા થવા પામી હતી.

આ અંગે પ્રવિણભાઇએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુરુવારે મહેશભાઇ અમરતભાઇ રબારીને ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે કરમશીભાઇ મફાભાઇ રબારી અને નિખીલભાઇ બાબુભાઇ રબારીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સિવિલમાં બળજબરી રજા આપી,ક્રોસ ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપો
આ ઘટનામાં સામે પક્ષે પણ આધેડ 50 વર્ષીય પૂંજાભાઈ રબારીને ઇજાઓ થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, મને સિવિલમાંથી બળજબરીથી રજા આપી દેવામાં આવી છે. પોલીસ મથકે મારી ફરિયાદ પણ લેવામાં આવતી નથી.

પૂરતા પુરાવા રજૂ કર્યા બાદ ફરિયાદ નોંધાશે
આ અંગે ગઢ પીએસઆઇ એલ. જે. વાળાએ જણાવ્યું કે, પૂરતા આધાર પુરાવા રજૂ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...