આરોગ્ય:દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પ્રસૃતિ બાદ ચાલુ બ્લડીંગમાં રજા આપતાં ઘરે તબિયત લથડી

દાંતીવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે પ્રા.આ.કેન્દ્રનો સ્ટાફ હાજર ન હોવાથી મહિલાને પાલનપુર ખસેડાઇ

દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બુધવાર રાત્રીના સમયે 1 ગર્ભવતી મહિલાને ડિલેવરી થયા બાદ બલ્ડીંગ થવાનું શરૂ થયું હતું. પરંતુ ફરજ પરના સ્ટાફ નર્સએ આ મહિલાને તેજ હાલમાં ઘરે મોકલ્યા હતા.જ્યારે ઘરે પહોંચ્યા બાદ વધુ તબિયત બગડતા મહિલાના પતિ ગુરુવારની વહેલી સવારે દાંતીવાડા પ્રા.આ.કેન્દ્રમાં લઈ જતાં દવાખાનમાં કોઇ હાજર નહી હોઈ મહિલાને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલમાં ખસેડી હતી.

દાંતીવાડાના ચોડુંગરી ગામે ખેત મજૂરી કરતા મંગળરામ માજીરાણાના પત્ની ચંપાબેનને બુધવારે રાત્રીના સમયે પ્રસુતીનો દુ:ખાવો ઉપડતા તેને દાંતીવાડા પ્રા.આ.કેન્દ્રમાં દાખલ કર્યા હતા. ફરજ પરના સ્ટાફ નર્સે જણાવ્યું કે, ચંપાબેનને 10 વાગ્યા બાદ નોર્મલ ડિલિવરી થશે. પરંતુ આ ડિલેવરી રાત્રિના 12 વાગ્યા બાદ થઈ હતી. ડિલેવરી બાદ ચંપાબેનને ચાલુ બ્લડીંગની હાલતમાં ફરજ પરના સ્ટાફ નર્સે રજા આપી ઘરે મૂકી દીધા હતા. જ્યાં સમય જતાં ચંપાબેનની તબિયત વધારે બગડતા ગુરુવારે વહેલી સવારે પતિ મંગળરામ દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ પહોંચ્યા હતા. પરંતુ એક કલાક જેટલા સમયથી રાહ જોયા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કોઇ સ્ટાફ ન ફરકતા આખરે પ્રસૂતા મહિલાના પતિએ 108 ને ફોન કરતા ચંપાબેનને ચાલુ બ્લ્ડીંગની હાલતમાં પાલનપુરની સિવિલમાં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...