તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીનો આપઘાત મામલો:દાંતીવાડા પોલીસ 20 દિવસે લેપટોપ કબજે કરવા વિરમગામ પહોંચી

દાંતીવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લેપટોપ FSLમાં મોકલવાને બદલે પરિવારને સુપરત કર્યું હતુ

દાંતીવાડા કૃષિનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં જય દરજીએ આપઘાત કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીના મૃતદેહ ખસેડયા બાદ રૂમમાં પડેલ લેપટોપનો ઉપયોગ કરાયો છે. જે કોને કર્યો અને શા માટે ઉપયોગ કરવામાં આવ્યો તે બાબતને લઇ પોલીસ લેપટોપ લેવા વિરમગામ પહોંચી મૃતક વિદ્યાર્થીના પરિવારના સ્ટેટમેન્ટ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા કૃષિનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જય દરજીનો મૃતદેહ હોસ્ટેલમાંથી મળી આવ્યા હતો.

યુનિવર્સિટીના રેક્ટર અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પોલીસ અને પરિવાર પહોંચે તે પહેલાં વિદ્યાર્થીના મૃતદેહને સ્થળ ઉપરથી ખસેડી પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વિદ્યાર્થીના મૃતદેહ ખસેડયા બાદ 11:58 વાગ્યે રૂમમાં પડેલ લેપટોપનો ઉપયોગ કરાયો છે. જે કોને કર્યો અને શા માટે ઉપયોગ કરવામાં આવ્યો જે બાબતો શંકા ઉપજાવી રહી છે. લેપટોપ પણ પોલીસે એફએસએલમાં મુકવાની જગ્યાએ પરિવારને સુપરત કરી દીધું હતું. પોલીસ લેપટોપ લેવા વિરમગામ પહોચી મૃતક વિદ્યાર્થીના પરિવારના સ્ટેટમેન્ટ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો