તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વિદ્યાર્થીના આપઘાત મુદ્દે દાંતીવાડા પોલીસે 40થી વધુ છાત્રોને પૂછપરછ માટે બોલાવ્યા

દાંતીવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દાંતીવાડા પોલીસ મથકે બુધવારે યુનિવર્સિટીની એગ્રીકલ્ચર હોસ્ટેલના 40 જેટલા વિદ્યાર્થીઓને પૂછપરછ માટે લવાયા હતા. - Divya Bhaskar
દાંતીવાડા પોલીસ મથકે બુધવારે યુનિવર્સિટીની એગ્રીકલ્ચર હોસ્ટેલના 40 જેટલા વિદ્યાર્થીઓને પૂછપરછ માટે લવાયા હતા.
 • મૃતક જય દરજીનું લેપટોપના ડેટા પાછા લાવવા માટે પરિવારે જાણકારોની મદદ લીધી

દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી વિદ્યાર્થી આપઘાત મામલે બુધવારે દાંતીવાડા પોલીસ મથકે યુનિવર્સિટીની એગ્રીકલ્ચર હોસ્ટેલના 40 જેટલા વિદ્યાર્થીઓને પૂછપરછ માટે લવાયા હતા.

મૃતક જય દરજીના આપઘાત કેસમાં બુધવારે સાંજ સુધી પોલીસ મથકે 40 જેટલા વિદ્યાર્થીઓની ઝીણવટથી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ ખોફ જોવા મળી આવ્યો હતો. ત્યારે મૃતક જય દરજીના પરિવારજનો પણ આ મામલામાં પોલીસ સાચી દિશામાં તપાસ કરે તેવું ઈચ્છિ રહ્યા છે. જોકે મૃતક વિદ્યાર્થીના મૃત્યુ બાદ ઘટના સ્થળેથી મૃતદેહ ખસેડયા બાદ તરત જયનું લેપટોપ ચાલુ કરી ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું પરિવારજનોને જાણકારોના જણાવ્યા મુજબ જણાવ્યું છે. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાંથી 13 માર્ચે મૃતક જયના પિતાને લેપટોપ આપવામાં આવ્યું હતું.

તે લેપટોપમાંથી જે ડેટા ડિલિટ થયું છે તેના ડેટા પાછા મેળવવા જાણકારોની મદદ લેવામાં આવી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. સમગ્ર આપઘાત મામલામાં કબજે કરાયેલ મોબાઈલ અને માળિયા પરથી મળી આવેલ ઝેરની બોટલનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ઘટના પરથી પડદો ઉઠી શકે તેવી લાગી રહ્યું છે.
PSIએ ફોન ઉપાડવાનું ટાળ્યું
સાંજના 17.25એ દાંતીવાડા પી.એસ.આઈ.ના મોબાઈલ નંબર સંપર્ક કરતા અજય ચૌધરીએ કોલ રિસેવ કરવાની તસદી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો