રિમાન્ડ મંજુર:દાંતીવાડાના જાતના ખેડૂતના રૂ. 50 હજારની તફડંચી કરનાર દંપતી અને જીપ ડ્રાઇવર ધાનેરાથી ઝડપાયા

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. - Divya Bhaskar
પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.
  • પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

દાંતીવાડાના જાત ગામના ખેડૂતને શુક્રવારે કમાન્ડર જીપમાં બેસાડી રૂપિયા 50 હજાર સેરવી લેનાર મુસાફરના સ્વાંગમાં પતિ, પત્ની અને ગાડી ડ્રાઇવરને પોલીસે ગણતરીના કલાકોમાં જ ધાનેરાથી ઝડપી લીધા હતા. જેમને શનિવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત ગણેશભાઈ રબારી શુક્રવારે પાંથાવાડા માર્કેટયાર્ડમાં 80 હજારનો રાયડો વેચીને ઘરે જતા હતા. તે સમયે માર્કેટયાર્ડના દરવાજામાં ઉભા હતા ત્યારે એક જીપ આવી ઉભી રહેતા તેમાં બેઠા હતા. ત્યારે જીપમાં ગણેશભાઇ પાસે સીટ પર બેઠેલી મહિલાએ ખિસ્સામાંથી 50 હજાર રૂપિયા લઇ લીધા હોવાની ફરિયાદ પાંથાવાડા પોલીસ મથકે નોંધાવી હતી.

આ અંગેની તપાસ એલસીબી અને પાંથાવાડા પોલીસે હાથ ધરી હતી અને પતિ સુરેશ બાબુ સોલંકી, પતિ સોનલ સુરેશ સોલંકી (રહે.પાલડી-અમદાવાદ) તેમજ જીપ ડ્રાઇવર દેવા છગન માજીરાણા (રહે.સરાલવીડ,તા.ધાનેરા) ને શનિવારે ધાનેરાથી ઝડપી પાડી તેમની પાસેથી 21,000 રૂપિયા રોકડા રિકવર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...