તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ઓલિવના છોડ પાછળ વર્ષે 20 લાખ રૂ.નો ધુમાડો છતાં ફૂલ કે ફળ ન આવ્યા

દાંતીવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇઝરાયલથી 10 હજાર ઓલિવના છોડ લાવી ફાર્મમાં વાવેતર કરાયું હતું

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સને 2010-11 માં ઈઝરાયેલથી આયાત કરી લાવેલા 10 હજાર જેટલા "બર્નિયા’ જાતના ઓલિવના છોડને પ્લાન્ટેસન કરી બે મોટા પ્લોટમાં વાવણી કરીને ઉછેર કરવામાં આવ્યો હતો. જેમાં એક આસેડા ખાતે અને બીજો દાંતીવાડા ખાતે ઓલિવના છોડવાઓની વાવણી કરાઈ હતી. જોકે નવાઈની વાત તો એ છે કે અગિયાર વર્ષ જેટલો સમયવિતવા આવ્યા છે છતાં આ ઓલિવના છોડવાઓ ફૂલ સુધ્યા આવ્યું નથી. અને દર વર્ષે યુનિવર્સિટી આ પ્લાન્ટેશન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી સમય અને નાણાં બરબાદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં તો આ ઓલિવના છોડ શોભના ગાંઠિયા બન્યા છે.

10 વર્ષ અગાઉ ઇઝરાયેલથી 353 રૂપિયાના એક છોડ એમ કુલ હજાર છોડ દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીમાં લાવવામાં આવ્યા હતા. ઓલિવ છોડવાઓનો અલગ-અલગ પ્લોટમાં વાવણી કરવામાં આવી હતી. આ ઓલિવના 10 હજાર છોડ પાછળ વર્ષે 20 લાખનો ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારે આમ જોઈએ તો ઓલિવના છોડને પાંચ વર્ષ ઉછેર કર્યા બાદ તેને ફૂલ અને ફળ આવવાના શરૂ થઈ જતા હોય છે. પરંતુ અહીં 11 વર્ષ થવા આવ્યા છે પણ આ ઓલિવના છોડ પર પાંદડા સિવાય કોઈ દેખાતું નથી.ત્યારે આટલા મોટા પ્રમાણમાં વાવણી કરી છતાં એક પણ છોડને ફૂલ કે ફળ ન આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દર વર્ષે અહીં બંને પ્લોટમાં ઓલિવના છોડની માવજત માટે 20 લાખ રૂપિયા ખર્ચ કરાય છે. અધિકારીઓ વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાના રટણ રટી રહ્યા છે. જોકે જે તે વખતે રિચર્ચ માટે અખતરા માટે આટલા બધા છોડ એક સાથે લાવવાની જરૂર ન હતી. રિચર્ચ તો અમુક છોડમાં પણ થઈ શકતું હતું. છતાં આજદિન સુધી હજારો છોડની માવજત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચાઈ ગયા છે.

70 હેકટર જમીન રિચર્ચમાં માત્ર બે વૈજ્ઞાનિકોના સહારે મળતી માહિતી મુજબ જ્યાં ઓલિવ ફાર્મ આવેલ છે, ત્યાં યુનિવર્સિટીના અલગ-અલગ રિચર્ચ માટે 70 હેક્ટર જેટલી જમીન પણ આવેલી છે. આ રિસર્ચ સેન્ટર હાલમાં ફક્ત બે વૈજ્ઞાનિકોના ભરોસે ચાલી રહ્યું છે.આ રિસર્ચ સેન્ટરમાં સ્ટાફની 70 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે અને માંડ 30 ટકા સ્ટાફથી કામ ચાલી રહ્યું છે. જેના લીધે યુનિવર્સિટીનો આખો આ વિભાગ રામ ભરોસો છે.

પાંચ વર્ષ પછી ફળ આપે છે
જાણકારોના જણાવ્યા અનુસાર, ઓલિવ વૃક્ષો પાંચ વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે. પાંચ વર્ષમાં લણણી બે થી ત્રણ વખત થાય છે. જેના કારણે ઓલિવ છોડનો વિકાસ દર વધે છે. ઓલિવ તેલનો ઉપયોગ ખોરાક અને કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. આ સાથે તેમની ટ્વિગ્સમાં તેલનું પ્રમાણ પણ છે. જે લણણી પછી બર્ન કરવા માટે ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...