તકરાર:વાઘરોળમાં રસ્તે ચાલવા મુદ્દે તકરાર

દાંતીવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાઘરોળ ગામના દેવાભાઈ મગનભાઈ છત્રાલિયા સાંજે દૂધ ભરાવવા માટે ગામમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની બાજુએ ચેનજી મઘાજી ઠાકોરનું ખેતર આવેલું છે. ત્યારે બાઈક ઉભું રખાવી ચેનજીજીએ કહ્યું કે આ રસ્તે કેમ ચાલો છો આ રસ્તો અમારા બાપ દાદાનો છે તમે કરી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારતા દેવાભાઈએ બુમાબુમ કરતા તેમના કાકા અને બીજા અન્ય લોકો દોડી આવ્યા હતા અને તેઓને છોડાવ્યા હતા. જે બાદ ચેનજીજીએ કહેલ કે હવે જો આ રસ્તે ચાલશે તો જાનથી મારી નાખીશ જેવી ધમકી આપતા મગનભાઈએ દએટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...