તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાઓ માટે 24 કલાક સેવા શરૂ

દાંતીવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના 30 કરતા વધારે ગામોના ગરીબ પરિવારોને લાભ મળશે
  • બે સ્ટાફ નર્સ અને મેડીકલ ઓફિસર ઓનકોલ સેવા આપશે

દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાની પ્રસુતિ માટે 24 કલાક સુવિધા શરૂ કરાતાં દાંતીવાડા આજુબાજુના 30 કરતા વધારે ગામોના લોકોને પ્રસુતિ માટે ખાનગી દવાખાનાઓમાં મોંઘી સારવાર અર્થે પાલનપુર-ડીસા જવું નહીં પડે.

આ અંગે મેડીકલ ઓફિસર ડો. દિલીપ દરજીએ જણાવ્યું હતું કે ‘આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓની પ્રસુતિ માટે સરકાર દ્વારા જરૂરિયાત મુજબની દવાઓ તેમજ સાધન સામગ્રીની ફાળવણી કરવામાં આવી છે. જેથી હવે ચાર સ્ટાફ નર્સમાંથી બે દિવસ દરમિયાન તેમજ બે નર્સ રાત્રે ફરજ પર હાજર રહી 24 કલાક સગર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવશે. આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર પણ રાત્રે ઓન કોલ રહી સેવા આપતા રહેશે. આ આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે લાવવા અને લઈ જવાની સુવિધા તેમજ કોઈપણ જાતના ખર્ચ વગર સગર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...