તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દાંતીવાડા નજીક ઇકો કાર-રિક્ષા સામસામે ટકરાતાં ચોડુંગરીના યુવકનું મોત, 4 ગંભીર

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માતમાં રિક્ષાનો આગળનો ભાગનો ભૂક્કો બોલી ગયો,ઈકો ચાલક ફરાર

દાંતીવાડા જેઠાપુરા નજીક મંગળવારની મોડી રાત્રે િરક્ષા-ઇકો કાર સામ સામે અથડાતા રિક્ષામાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારને ગંભીર ઇજા થતાં તમામને સારવાર માટે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. દાંતીવાડાના જેઠાપુરા નજીક મંગળવારની મોડી રાત્રે રિક્ષા અને ઇકો કાર સામસામે ટકરાતાં ચોડુંગરી ગામના 19 વર્ષીય આશાસ્પદ યુવક કપિલભાઈ વિરાભાઈ ચૌહાણનું મતો નીપજ્યું હતું.

જ્યારે એક મહિલા, બાળકી અને બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.યુવકના મૃતદેહને પીએમ બાદ વાલી વારસાને સોંપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષાને અકસ્માત સર્જનાર ઇકો કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં રિક્ષાનો આગળનો ભાગનો ભૂક્કો બોલી ગયો હતો.

ઇજાગ્રસ્ત(રિક્ષા સવાર)
1. પુનમભાઈ વાલાભાઈ ચૌહાણ (ઉં.વ.30)
2. ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉં.વ.43)
3. સૂર્યાબેન ઈશ્વરભાઈ ચૌહાણ (ઉં.વ.17)
4. પીનલબેન પુનમભાઈ ચૌહાણ (ઉં.વ.9) (તમામ રહે.ચોડુંગરી,તા.દાંતીવાડા)

અન્ય સમાચારો પણ છે...