તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:આપઘાત દુષ્પ્રેરણ કેસમાં પાંથાવાડામાં દફનાવેલી યુવતીની લાશ બહાર કઢાઈ

પાંથાવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે દુષ્પ્રેરણ બાદ આપઘાતના કેસમાં નોંધાયેલી ફરિયાદના આધારે શુક્રવારે પોલીસે તંત્રની ટીમ સાથે યુવતીનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને પી. એમ. અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પાંથાવાડામાં આપઘાત કરનારી યુવતીને મહેન્દ્ર ઉર્ફે ભુરો ગોવિંદ પુરોહિત તેનો ભાઇ નટવર ઉર્ફે નમન ગોવિંદ પુરોહિત અને દાંતીવાડાના ધનિયાવાડાનો રતનસિંહ ધોખાજી રાઠોડ છેલ્લા 4 મહિનાથી કિશોરીને લલચાવી, ફોસલાવી, લાલચ આપી ગુદરી હાઈવે પર આવેલ દર્શન હોટલ નજીક લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેમજ તેના અશ્લીલ ફોટા તેમજ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની બીક બતાવી બ્લેક મેઇલ કરતા હતા. આથી પરિવારજનોએ આ ત્રણેય શખ્સો સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શુક્રવારે મામલતદાર, એસી એસ.ટી સેલના ડીવાએસપી, પાથાવાડા પીએસઆઈ, સી. એચ. સી.ના મેડિકલ સ્ટાફની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી સ્થળ પર જ પ્રાયમરી ઓબ્ઝર્વેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...