તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દાંતીવાડા કૃષિ.યુનિ.માં 9.61 કરોડના ખર્ચે ઉભી કરાયેલ બાયો રિસર્ચ લેબોરેટરી શોભાનો ગાંઠિયો

દાંતીવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબોરેટરીના સાત વિભાગ શરૂ કરવાના હતા, તેમાં હાલ બે લેબોરેટરી કાર્યરત

દાંતીવાડા કૃષિ યુનિ.માં કરોડો ખર્ચ કરીને ઉભી કરાયેલ સેન્ટર ફોર બાયો રિસર્ચ લેબોરેટરીમાં અલગ-અલગ સાત લેબોરેટરી કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ યુનિવર્સિટીના અણઘડ વહીવટને લઈ બિલ્ડિંગમાં માત્ર બે જ લેબોરેટરી હાલમાં શરૂ કરાઈ છે. પણ સ્ટાફ પૂરતો ન હોવાથી અનેક મુશ્કેલીઓ ઉભી થઇ છે અને કરોડોના ખર્ચે બનાવેલ બિલ્ડીંગ ભૂત બંગલાની હાલતમાં દેખાઈ આવે છે. યુનિવર્સિટીમાં 2018-19 માં 9 કરોડ 61 લાખ કરતા વધારે રૂપિયા ખર્ચ કરી સેન્ટર ફોર બાયો રિસર્ચ લેબોરેટરીનું બાંધકામ કરી મોટું બહુમાળી બિલ્ડીંગ ઉભું કરી દેવામાં આવ્યું છે.

આ બિલ્ડિંગના બાંધકામ બાદ ફર્નિચર સહિત લેબોરેટરીમાં સાધનસામગ્રી ખરીદી માટે પણ અલગથી કરોડોનો ખર્ચ કરાયો છે. છતાં યુનિવર્સિટીની આ આધુનિક રિસર્ચ લેબોરેટરીના સાત વિભાગોમાંથી માત્ર ટીસ્યુકલ્ચર લેબ અને બીજી પાણી, જમીન અને છોડ ચકાસણી વિભાગની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. આ બે લેબોરેટરી શરૂ કરાઈ છે તેમાં પણ સ્ટાફ પૂરતો ન હોવાથી જે રિસર્ચની પ્રક્રિયા થવી જોઈએ તે દિશામાં કામગીરી ન થતી હોવાનું જાણવા મળ્યું છે.

બિલ્ડીંડમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો બિલ્ડીંગના ભોંયરામાં અગાઉ પણ ચોમાસામાં પાણી ઘુસી ગયું હતું. ત્યાર બાદ હાલમાં પણ દીવાલોમાં ઠેરઠેર તિરાડો જોવા મળી રહે છે. યુનિવર્સિટી હસ્તકના મુન્દ્રમાં ટીસયુકલચર પ્રોજેકટ ચાલતો હતો. તે પ્રોજેકટમાં હવે 2008-09 થી દાંતીવાડા યુનિવર્સિટીમાં ટીસ્યુકલચર પદ્ધતિથી ખજૂર, દાડમ અને મિલિયા ડુબીયા લીંબડીનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અપનાવીને સર્વશ્રેષ્ઠ જાતિ વિકસાવવાની વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...