તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કફોડી હાલત:દાંતીવાડા કૃષિ યુનિ.માં ફરજ બજાવતા હંગામી કર્મચારીને 11 વર્ષે નોકરીમાંથી છૂટો કરતાં રોષ

દાંતીવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફ કવાટર્સ ખાલી નહીં કરાય તો માસિક 11500 રૂપિયા ભાડું વસુલવા તાકીદ

દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારીને અચાનક નોકરીમાંથી છુટા કરી દેવાતા પરિવારની હાલત દયનિય બની છે.11 વર્ષથી ફરજ બજાવતા મનોજકુમાર ઇશ્વરભાઇ સોલંકી ઠાકોરને નોકરીમાંથી છુટા કરતા તેઓની કફોડી હાલત થઈ છે.2010 થી મનોજકુમાર ઠાકોર એક્ષપાન્સન ઓફ પ્લાનિંગ નેવ્યુલ્યુનસેલ દ્વારા વોક એન્ડ ઈન્ટરવ્યુંમાં હંગામી ધોરણે ડ્રાઇવર તરીકે ફિક્સ પગારે નોકરી મેળવી હતી.

2017 સુધી યુનિવર્સિટીમાં ફિક્સ પગારની ચુકવણી યુનિવર્સિટી દ્વારા જ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.અને ત્યાર બાદ હંગામી ધોરણે કામ કરતાં તમામ કર્મચારીઓ પુરા પાડવા માટે સબ લાઈમ રી સોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીને કોન્ટ્રાકટ આપતા મનોજકુમાર ઠાકોર પણ આ એજન્સીમાં દૈનિક 308/- રૂપિયાના પગારથી જી.એન પટેલ સાયન્સ ફૂડ ટેકનોલોજી કોલેજમાં લેબ એટેન્ડ તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓએ એજન્સીમાં કામ કરવાની ના પાડી હતી.

એજન્સી મારફત કામ કરવાની ના પાડ્યા બાદ પણ યુનિવર્સિટી દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા કુટુંબના નિભાવ કરવા માટે મનોજકુમારે પોતે ફરજ ચાલુ રાખી હતી. છતાં વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ પણ અચાનક નોકરીમાંથી છુટા કરતા તેઓની સાથે અન્યાય થયો હોવાનું જણાવી રહ્યા છે.

સ્ટાફ ક્વાટર્સ ખાલી કરવા નોટિસ અપાઈ
મનોજકુમાર સ્ટાફ કવાટર્સ ફાળવણી કરવામાં આવી હતી,જે હવે યુનિવર્સિટીએ ખાલી કરવા નોટિસ આપી છે. જેમાં જણાવ્યું છે કે જો સ્ટાફ કવાટર્સ ખાલી નહીં કરો તો માસિક 11500/-રૂપિયા ભાડું વસુલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...