ક્રાઈમ:સાતસણની સીમમાં ગાડીમાંથી દારૂ સાથે એક શખસ ઝડપાયો

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંથાવાડા પોલીસ સ્ટેનશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈ. આર.એસ.લશ્કરીએ બાતમી મળી કે ગાડીમાં દારૂ આવી રહ્યો છે. જેથી પોલીસ સ્ટાફએ સાતસણ ગામની સીમમાં રોડ ઉપર વોચમાં હતા ત્યારે ગાડી નંબર જીજે-01-એફટી-7861 મંડાર (રાજ.) તરફથી આવતાં તેને રોકાવતાં હસમુખ દિલીપકુમાર ઠાકોર (રહે.મકાન નં.42, મહુંડાવાળી ચાલી, ધર્મનગર સાબરમતી-અમદાવાદા) ગાડી ચલાવતો હતો.

જેને રોકાવી ગાડીમાં ચેક કરતાં ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયર ટીનની કુલ બોટલ નંગ-276 કુલ રૂપિયા 31,560, કાર રૂ.2,00,000, મોબાઇલ નંગ-1 રૂપિયા 500 મળી રૂપિયા 2,32,060 નો મુદામાલ મળી આવતાં ચાલક ગૂનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...