તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાંતીવાડાના ગોઢ ગામના એક ખેડૂત છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી બોજાની નોંધ રદ કરાવવા મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા હતા. અને સોમવારે લેખિતમાં આત્મવિલોપનની ચિમકી આપતાં આખરે મામલતદારે ખેડૂતની જે બોજા મુક્તિની નોંધ હતી તે બોજાની નોંધ 7/12 ના ઉતારામાંથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.
ગોઢ ગામના ગરીબ પરિવારના ખેડૂત ઇશ્વરજી છગનજી કોળી ખેતીની જમીનમાં દેનાબેન્ક દાંતીવાડાનો એક લાખ રૂપિયાનો બોજો ખોટી રીતે નોંધાતા ખેડૂત ઇશ્વરજીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેંકમાંથી એક પણ રૂપિયો લીધો ન હોવા છતાં બીજાના બોજો પોતાની જમીનમાં ચડાવી નોંધ પાડી દેવામાં આવી છે. જે બાદ દાંતીવાડા મામલતદાર, ઇ-ધરા નાયબ મામલતદારની કચેરીના ધક્કા ખાઇ હારી ચૂકેલા ખેડૂત ઇશ્વરજીએ 15 ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લા કલેકટરને બોજા બાબતે જરૂરી કાગળો સાથે લેખિત અરજી કરી હતી.
આ અરજી બાદ કલેકટર દ્વારા મામલતદાર કચેરીએ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે સરકારી અમલદારો આગળ હારી ચૂકેલા ખેડૂતે સોમવારના મામલતદારને આપવિતી સાથે આત્મવિલોપન કરવાની લેખિત અરજી કરતા ચકચાર મચી ગયો હતો. અને દાંતીવાડા મામલતદારે પણ સમગ્ર મામલાની તપાસ કરી ગંભીરતા લઈ ખેડૂત ઇશ્વરજી છગનજી કોળીની જમીનમાં ખોટી રીતે ઉતારાની નોંધ દૂર કરવાનો તાત્કાલિક હુકમ કર્યો છે. આ અંગે દાંતીવાડા મામલતદાર કૌશિક શિકારીએ જણાવ્યું હતું,કે ઓપરેટર જે બેઠા હોય છે તેમની ભૂલ હોય છે જે અસરો આપે છે તે જાણી જોઈને ખોટી અસરો આપતા હોય છે એવું મને લાગી રહ્યું છે. ખોટી બોજા નોંધ અંગે તપાસ કરવામાં આવશે.’
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.