તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વડવસમાં વરઘોડામાં ઝૂમતા લોકોનો વીડિયો વાઈરલ થતાં ગુનો નોંધાયો

દાંતીવાડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકો વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ વગર ભેગા થતાં પોલીસ કાર્યવાહી. - Divya Bhaskar
લોકો વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ વગર ભેગા થતાં પોલીસ કાર્યવાહી.
  • પોલીસે લગ્ન આયોજક અને ડીજે માલિક સામે ફરિયાદ નોંધી

દાંતીવાડાના વડવસ ગામમાં લગ્નપ્રસંગમાં વરઘોડામાં પચાસ કરતા વધારે લોકોને માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર ભેગા થઈ ડી.જે.ના તાલે જુમતાનો વીડિયો રવિવારે વાયરલ થયો હતો. વાયરલ વીડિયોને લઈ દાંતીવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાંતીવાડાના વડવસ ગામે એક લગ્નપ્રસંગમાં વરરાજા અનેક લોકોની ભીડ એકઠી કરી ડી.જે.ના તાલનો આનંદ લઈ રહ્યા હતા. લોકો વગર માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ડી.જે.ના તાલે જુમી રહ્યા હતા, તેનો વીડિયો વાયરલ થતા જ પોલીસે તપાસ હાથ ધરી અને વડવસ ગામના ધનસિંહ સ્વરૂપસિંહ વાઘેલા તથા ડી.જે.માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...