કામગીરી:લાખણાસરમાં નાળાનું કામ કરતી કન્સ્ટ્રક્શન કંપની વિજચોરી કરતા પકડાતાં 80 હજાર દંડ

પાંથાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિજ થાંભલા પર આકડી મારીને વિજચોરી કરાતી હતી

દાંતીવાડાના લાખણાસર ગામમાં પ્રવેશદ્વાર આગળ રપટ નાળાનું કામ ચાલું છે. આ નાળાનું કામ અમદાવાદની એસ.આર.ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કરી રહી છે. ત્યારે નાળાના કામકાજ દરમિયાન વપરાતાં ઇલેકટ્રોનિક સાધનો માટે વિજ થાંભલા પર ધોળા દિવસે આકડી મારીને વીજ ચોરી કરતાં પકડાતાં પાંથાવાડા યુજીવીસીએલએ રૂ.80 હજારનો દંડ ફટકાર્યો હતો. લાખણાસર ગામમાં 2015 અને 2017માં પૂરના કારણે ગામના પ્રવેશદ્વાર પર આવેલું નાળુ તૂટતા ગ્રામજનોએ ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલને રજૂઆત કરતાં 60 લાખના ખર્ચે રપટ નાળું બનાવવાની યોજના મંજૂર કરી હતી.

નાળાનું ટેન્ડર અમદાવાદની એસ.આર.ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને મળતા તેમણે નાળાનું કામ હાથ ધર્યું હતું. નાળાના કામકાજ દરમિયાન બલ્બ, હેલોજન અને કામકાજમાં વપરાતા ઈલેક્ટ્રોનિક સાધનોમાં મફતની વિજળી વાપરવા માટે કંપનીના લેબર દ્વારા વિજ થાંભલા પર ધોળા દિવસે આકડી મારીને વિજળીની ચોરી કરતાં ગ્રામજનોને નજરે આવતાં તેમણે પાંથાવાડા યુજીવીસીએલ કચેરીને જાણ કરતાં અધિકારીઓ તુરંત લાખણાસર ગામમાં પહોંચી કન્સ્ટ્રકશન સાઈટ પર વિજળી ચોરી થતાં જોઈને તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેબલ સહિતના સાધનો જપ્ત કરી કંપનીને રૂ.80000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...