તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાંતીવાડાના ભાખર મોટી ગામેથી 6 જુગારી ઝડપાયા, પોલીસે 6650 નો મુદ્દામાલ કબજે કર્યો

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામે શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારીયાઓને પોલીસે રોકડ તથા બે મોબાઇલ મળી કુલ રૂ.6650ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દાંતીવાડાના ભાખર મોટી ગામે નકળંગ મહારાજના મંદિરના પર્વત ઉપર જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 6 શખ્સોને રોકડ રૂ.3150 તથા મોબાઇલ નંગ-02 કિંમત રૂ.3500 સાથે ઝડપી લીધા હતા. આમ રૂ.6650 ના મુદ્દામાલ સાથે સ્થાનિક પોલીસના હાથે ઝડપાતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા જુગારી

  • કિસ્મતસિંહ વનસિંહ વાઘેલા
  • મુકેશસિંહ ભેરસિંહ વાઘેલા
  • ગણપતસિંહ ઘેમરસિંહ વાઘેલા
  • કરણસિંહ નાગસિંહ વાઘેલા
  • રૂપસિંહ જેઠુસિંહ વાઘેલા
  • નારણસિંહ રામસિંહ વાઘેલા (તમામ રહે.ભાખર મોટી,તા.દાંતીવાડા
અન્ય સમાચારો પણ છે...