તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓની મર્દાનગી:બનાસકાંઠાના જંગલોમાં દીપડા અને રીંછની દહાડ વચ્ચે 23 મહિલા કર્મચારીઓ ખંતપૂર્વક બજાવી રહી છે ફરજ

દાંતીવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીટ ગાર્ડ ફોરેસ્ટર, ફોરેસ્ટ ઓફિસર સુધીના હોદ્દાઓ પર મહિલા કર્મચારીઓ

બનાસકાંઠાના જેસોર સહિતના જંગલોમાં તમામ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને પણ મહિલા કર્મચારીઓ તેમની ફરજ ખંતપૂર્વક બજાવી રહી છે. આ મહિલાઓ જેસોર જંગલની રખેવાળીની સાથે દીપડા-રીંછની દેખભાળ કરવાનું હિંમતભર્યું કામ કરી રહી છે.બનાસકાંઠાના જંગલમાં હવે દિવસેને દિવસે મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ૩૩ ટકા મહિલા અનામત કાયદાનો અમલ જંગલ વિસ્તારમાં સારી રીતે થઈ રહ્યો છે.

જેના ભાગરૂપે બનાસકાંઠાના જંગલ વિસ્તારમાં બીટ ગાર્ડ ફોરેસ્ટર, ફોરેસ્ટ ઓફિસર સુધીના હોદ્દાઓ પર મહિલા કર્મચારીઓ તેમની ફરજ ખંતપૂર્વક બજાવી રહી છે.છેલ્લા ઘણા વર્ષમાં જંગલ વિસ્તારમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.બનાસકાંઠાના જંગલોમાં નિમણૂક પામેલી આ મહિલાઓ બીટ ગાર્ડથી લઈને ફોરેસ્ટ ઓફિસર સુધીના હોદ્દાઓ પર કામ કરીને જેસોર જંગલની રખેવાળીની સાથે જંગલી પ્રાણીઓ જેવાકે દીપડા અને રીંછ ની દેખભાળ પણ બખૂબી કરી રહી છે.

એક સમય હતો કે, જંગલની નોકરી માત્ર પુરુષ જ કરી શકે, પરંતુ ગીરમાં રહેતી આ બાહોશ મહિલાઓ આજે પુરુષ સમોવડી બનીને જેસોરના જંગલોમાં ખૂંખાર દીપડા અને રીંછ સાથે રહીને પોતાની ફરજ અદા કરી રહી છે.બનાસકાંઠા વનવિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા તેમીના શેખને બચપણથી ખાખીનો શોખ હતો,જેથી તેઓ એમ.કોમનો અભ્યાસ બાદ ૨૦૧૨ માં પ્રથમ પ્રયત્ને ફોરેસ્ટમાં બીટગાર્ડ તરીકે સિલેકટ થયા હતા,જે બાદ તેઓ ફોરેસ્ટમાં બીટગાર્ડની ચાલુ નોકરીએ નશાબંધીમાં પી.એસ.આઈની પરીક્ષા પાસ કરી હતી,

પરંતુ સેમીના શેખ મુસ્લિમ પરિવારમાંથી આવતા હોવાથી માતા પિતાને પોતાની દીકરી પોલીસની નોકરી કરે પસંદ ન હતું,જેથી સેમીના શેખે નશાબંધીમાં પી.એસ.આઈ તરીકેની નોકરી જતી કરી હતી,અને આજે ફોરેસ્ટની નોકરીમાં તેમને ૧૦ વર્ષનો સમય થઈ ગયો છે,આ નોકરી દરમ્યાન તેમને બે એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે,કરુણા અભ્યાનની શ્રેષ્ઠ કામગીરી બદલ થરાદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બીટગાર્ડ સેમીના શેખને સન્માનિત કરાયા છે.

મને ગર્વ છે,હું મહિલા છું, હાલમાં વનવિભાગમાં ફરજ બજાવી રહી છું,તેની ખૂબ ખુશી છે,સામાજિક કામમાં મહિલાઓના કામને અગત્યના ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે કુરિવાજો અને રૂઢીચુસ્ત રિવાજોમાંથી બહાર આવે તેવું દરેક સમાજે આયોજન કરવું જોઈએ. - અનિતાબેન ખરાડી ફોરેસ્ટર,બનાસકાંઠા

અન્ય સમાચારો પણ છે...