કાર્યવાહી:દાંતીવાડા યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં ચણાનું શાક અને પુરી આરોગ્યા બાદ 20 છાત્રોની તબિયત લથડી

દાંતીવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ફ્રુડ વિભાગે તેલ, ચણા તેમજ લોટના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી
  • વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હોસ્ટેલ રહી અભ્યાસ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓને બુધવારે ખોરાકી ઝેરની અસર થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ બીજા દિવસે ગુરુવાર બપોરે ત્રણ વાગ્યા સુધી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. દાંતીવાડા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરને લઇ જિલ્લા ફ્રુડ વિભાગે તેલ, ચણા તેમજ લોટના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.

કૃષિ યુનિવર્સિટીમાં આવેલી રૂપેણ હોસ્ટેલની મેસમાં કુલ 70 જેટલા વિદ્યાર્થીઓને બુધવારે સાંજે જમ્યા બાદ અચાનક 20 જેટલા વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેથી તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ પોલીટેકનિક ઇન એનિમલ હસબન્ડરીમાં અભ્યાસ કરી રહ્યા છે. અચાનક બનેલા બનાવથી યુનિવર્સિટીમાં દોડધામ મચી જવા પામી હતી.

ફ્રુડ વિભાગ દ્વારા ચણા, તેલ અને લોટનું સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે. જોકે હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો મળ્યો હોવાથી સ્થળ પર આવેલા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી.

રિપોર્ટમાં ક્ષતિ જણાશે તો કરિયાણા દુકાન ધારક સહિત જવાબદારો સામે કાર્યવાહી થશે : જિલ્લા ફૂડ અધિકારી
વિદ્યાર્થીઓ આહારમાં ચણાના શાક સાથે પુરી જમ્યા હતા. તે બાદ કેટલાક વિદ્યાર્થીઓને તબિયત લથડવાનો બનાવ બન્યો હતો. હોસ્ટેલમાંથી હાલમાં ચણા, તેલ અને લોટનું સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો ક્ષતિ જણાશે તો સમાન ખરીદેલા કરીયાણા દુકાન મલિક સહિત કાયદેસર પગલાં લેવામાં આવશે.’

યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આહાર બાબતે જવાબદારો બેફિકર
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીના આહાર બાબતે યુનિવર્સિટીના જવાબદારો જાણે બેફિકર હોય તેમ હોસ્ટેલમાં કરીયાણા સહિતની જવાબદારી એક સામાન્ય રસોઈયાને આપી દેવામાં આવે છે. જેના કારણે આ ગુણવત્તા વિહીન કરિયાણા સહીતની સામાનની ખરીદી કરાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...