અકસ્માત:દાંતીવાડાના આરખી પાટિયા પાસે કાર અને રિક્ષા ટકરાતાં 11 ને ઇજા

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરખી નજીક રિક્ષા-કારનો અકસ્માત સર્જાયો હતો. - Divya Bhaskar
આરખી નજીક રિક્ષા-કારનો અકસ્માત સર્જાયો હતો.
  • બંને વાહન સામસામે ટકરાયા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં ગુંદરી હાઇવે ઉપર આરખી પાટિયા પાસે સોમવારે કાર અને રિક્ષાનો અકસ્માત સર્જાતા 11 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં ગુંદરી હાઈવે પર સોમવારે બપોરના સમયે શટલરિક્ષા ભરીને આરખીથી પાંથાવાડા તરફ મુસાફરોને લઈને આવી રહી હતી. દરમિયાન પાંથાવાડા તરફથી આવતી કાર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા અને કારમાં સવાર 11 મુસાફરો ઇજા થઇ હતી. કાર બાજુમાં ઝાડ સાથે અથડાતા અને રિક્ષાને નુકસાન થયું હતું. તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાંથાવાડા સીએચસી ખાતે લાવવામાં આવ્યા હતાં. તેમાં 1 મુસાફરને હાથના ભાગે ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત
1.અરુણાબેન કેવદાભાઈ કોળી
2.કમળાબેન કરસનભાઈ ભીલ
3.અનવરભાઈ હમીરાભાઈ મુસ્લા
4.વિજયભાઈ જગસીભાઈ જમણેશા
5.આંબાભાઈ દાનાજ઼ી જમણેશા
6.કરસનભાઈ સાંકળાજી ભીલ
7.ગીતાબેન વાહતાભાઈ ભીલ
8.રમેશભાઈ ભીમાભાઈ પરમાર
9.લાસુબેન કેવદાભાઈ કોળી
10.સલીમભાઈ
11.જુલનાઝબાનું મકરાણી

અન્ય સમાચારો પણ છે...