તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Danta
 • Women Leaders Of Adivasi Jan Jagruti Sangathan Presented To The Collector About The Merger Of 9 Primary Schools In Danta Taluka, Demanded To Set Up A Hostel Facility.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:દાંતા તાલુકાની 9 પ્રાથમિક શાળાઓ મર્જ થતા આદિવાસી જન જાગૃતિ સંગઠનની મહિલા અગ્રણીઓએ કલેકટરને રજૂઆત કરી, હોસ્ટેલની સુવિધા ઉભી કરવા માંગ

બનાસકાંઠા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસી બાળકોના શિક્ષણથી ચિંતિત આદિવાસી જન જાગૃતિ સંગઠનની મહિલા અગ્રણીઓએ કલેકટર ને રજૂઆત કરી
 • અંતરિયાળ વિસ્તારોમાં જંગલો હોવાના કારણે બાળકોને મુશ્કેલીઓ પડી શકે તેમ છે
 • આદિવાસી જન જાગૃતિ સંગઠને શાળાઓ મર્જ કર્યા પછી બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઉભી કરવા માટે માંગ કરી હતી

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકાની 9 જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવતા આદિવાસી જન જાગૃતિ સંગઠન દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. દાંતા તાલુકામાં આદિવાસી વિસ્તારની 6 શાળાઓ અને OBCની ત્રણ શાળાઓ મર્જ કરવામાં આવશે તો બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તેવી સંભાવના જણાઇ રહી છે. 9 શાળાઓ મર્જ થાય તો તેમના રહેવાના સવાલો ઉભા થાય તેમ છે. જેથી બાળકોના ભવિષ્ય ન બગડે તે માટે આદિવાસી જન જાગૃતિ સંગઠન દ્વારા બાળકોના રહેવા માટે હોસ્ટેલો શરૂ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શાળાઓના મર્જ અંગે કલેક્ટરને આવેદન અપાયું
આદિવાસી જન જાગૃતિ સંગઠનના સુશીલા ડામોર દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતું. તેમણે આવેદન આપતા જણાવ્યું હતું કે, શાળાઓ બંધ થવાના બદલે ચાલુ રહેવી જોઇએ અને ત્યાં બાળકોને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી હતી. વધુમાં તેમણે 1 થી 5 ધોરણોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને ચાલુ રાખવાની માંગ કરી હતી.

જેમાં 6 શાળાઓ દાંતા તાલુકામાં અને 3 OBCની એમ કરીને કુલ 9 શાળાઓ બંધ થતા તેમના વાલીઓએ બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યકત કરી હતી. કારણ કે બીજી શાળાએ જતા વિદ્યાર્થીઓ 2થી 3 કી.મી દૂર ભણવા જતા હોય છે, જેના કારણે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ જણાઇ રહ્યું છે. જેના કારણે તેમણે આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો