તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંટવૈદ્ય:ડીસાના નવા નેસડા,ભાભરના ભીમબોરડી ગામેથી ડિગ્રી વિનાના બે ઊંટવૈદ્ય ઝડપાયા

ભીલડી-ભાભર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલોપેથીક દવાઓ તેમજ સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી બંને સામે ગુનો નોંધ્યો

શનિવારે ડીસાના નવા નેસડા તેમજ ભાભરના ભીમબોરડી ગામેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોને એલોપેથીક દવાઓ તેમજ સાધન સામગ્રી સાથે ઝડપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. ડીસાના ભરતભાઈ રતીલાલ ઠક્કર નવા નેસડા ગામે ડોક્ટરી ડિગ્રી કે મેડિકલ સર્ટિ વિના ડોક્ટર તરીકે લોકોની સારવાર કરી રહ્યા હતા અને લોકોનાં જીવન સાથે ચેડા કરી રહ્યા હતા.

જેની બાતમી ભીલડી પીએસઆઇ એ.બી.શાહને મળતા શનિવારે તપાસ કરતા એલોપેથીક દવાઓ તેમજ સાધન સામગ્રી મળી રૂ.18,181 ના મુદ્દામાલ સાથે ભરતભાઇની ધરપકડ કરી વધુ તપાસ પીએસઆઇ એ.બી.શાહ ચલાવી રહ્યા છે. જ્યારે ભાભર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ભાભર તાલુકાના ભીમબોરડી ગામે વિનોદજી મગનજી ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં વગર ડિગ્રી કે મેડીકલ સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકે ગેરકાયદે મેડિકલ પ્રેક્ટીસ કરી લોકોને તપાસી એલોપેથીક દવાઓથી સારવાર કરતાં હોઇ એલોપેથીક દવાઓ સહિત રૂ.18,725 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ તેના વિરુદ્ધ ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.઼

અન્ય સમાચારો પણ છે...