તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:10 લાખ પડાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતાં વેપારી 15 દિવસથી ગુમ

ભાભર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાભરના સુથારનેસડીની પરિણીતાની ધર્મની બહેન સહિત 3 સામે ફરિયાદ

ભાભર તાલુકાના સુથારનેેસડી ગામના એક યુવક પાસેથી રૂપિયા 10 લાખ બળજબરી પૂર્વક પડાવી લીધા બાદ એક મહિલા સહિત ત્રણ જણાંએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેના પગલે આ યુવક છેલ્લા 15 દિવસથી ગૂમ થઇ ગયો છે. આ અંગે તેની પત્નીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાભરના સુથારનેસડી ગામના ઠાકરસીભાઇ ઉર્ફે રમેશભાઇ સેધાજી ઠાકોર (ઉ.વ. 39) ભાભર બજારમાં કાપડની દુકાન ધરાવે છે.

જેઓ દરરોજ પોતાના ગામે અપડાઉન કરતાં હતા. જેમણે નેસડા ગામના રમીલાબેન રમેશભાઇ માળીને ધર્મની બહેન બનાવી હતી. જોકે, રમીલાબેને તેમના પતિ રમેશભાઇ સગરામભાઇ માળી અને વાવ તાલુકાના ભાચલી ગામના અમરતભાઇ ખેતાભાઇ જોષીએ રૂ.10 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા. જે બાદ અવાર- નવાર ખોટા કેસમાં ફસાવી તેવાની ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે ઠાકરસીભાઇ છેલ્લા 15 દિવસથી ઘરેથી ગૂમ થઇ ગયા છે. આ અંગે તેમની પત્ની ભીખીબેને ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીએ પુત્રના મોબાઈલમાં ઓડિયો ક્લિપ મોકલતાં પરિવારજનોને જાણ થઈ
ઠાકરસીભાઇ ઘરેથી ગૂમ થયા બાદ તેમના દિકરા પિયુષના મોબાઇલ ફોનમાં ઓડિયો ક્લિપ મોકલી હતી. જેમાં ત્રણેય વ્યકિતઓ અંગેની વાત કરતાં પરિવારજનોને હકિકતની ખબર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...