ગૌમૂત્રની ખરીદી:ગાયનું વેસ્ટ જતાં ગૌમૂત્રનું પણ માર્કેટ આવ્યું

ભાભરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાભરમાં 300 ગાયોનું પાંચ ગામના ખેડૂતો પાસેથી મહિને અઢી લાખના ગૌમૂત્રની ખરીદી

ગૌમૂત્ર આધારિત જૈવિક પ્રવાહી હોવાથી પથમેડા ગૌશાળા રાજસ્થાનના ગૌ રૂષિ દતશરણા નંદજી મહારાજના હસ્તે જૈવિક પ્રવાહી ખાતર બનાવવાનો પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા ભાભરના એક ગૌ પ્રેમીએ ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓમાંથી છૂટકારો મેળવવા માટે ગૌમૂત્ર આધારિત જૈવિક ભૂમિ પોષક પ્રવાહી બનાવી અસરકારક પરિણામ મેળવી રહ્યા છે.

ભાભર તાલુકાના અબાળા ગામમાં દેવારામ પુરોહિત વેસ્ટ ગણાતા દેશી ગાયના ગૌમૂત્ર ઉકાળી તેની વરાળ માથી જૈવિક ભૂમિ પોષક પ્રવાહી તૈયાર કરી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા જૈવિક ધન ભૂમિ નામના પ્રવાહીનો પ્રયોગ કર્યો છે. અત્યારે ખેડૂતો ખેતી પાકો અને ફળ ફળાદી માં આડેધડ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વાપરતા હોવાથી આવા ઉત્પાદનો ઝેરી બની રહ્યાં છે.

જેના કારણે લોકોનું આરોગ્ય કથળી રહ્યું છે. 300 ગાયોનું 5 ગામના ખેડૂતો પાસેથી મહિને અઢી લાખનું ગૌમૂત્ર ખરીદી કરે છે. વધુમાંવધુ ખેડૂતો દેશી ગાય પાળતા થાય તેવો હેતુ છે.દર મહિને 50 હજાર લીટર ગૌમૂત્ર ગૌપાલકો પાસેથી 5 રૂપિયે લિટર ભાવે ખરીદી લઈ 10 હજાર લીટર જૈવિક ભૂમિ પોષક પ્રવાહી તૈયાર કરવામાં આવનાર છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને પંજાબ સુધી ધન ભૂમિ નામના પ્રવાહી ખેડૂતો ખેતી પાકો માટે ઉપયોગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...