તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાભરના 15 ગામોમાં સિંચાઈનું પાણી મળે તે માટે 8 કરોડના ખર્ચે પાઇપલાઇન નંખાશે

ભાભર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાભર-સણવા કેનાલનું સાબલા મુખ્ય કેનાલથી પાઇપલાઇન નાખવાની કામ શરૂ

ભાભર તાલુકાના 15 ગામોનાં ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવા હેતુથી રૂ.8 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. ભાભર-સણવા ડિસ્ટીબ્યુટરી કેનાલમાંથી છેવાડાના વિસ્તારોમાં ખેતી માટે નર્મદાનું પાણી ન પહોંચતું હોવાનું ઘણા સમયથી ખેડૂતોની ફરિયાદો ઉઠવા પામી હતી.

જેને લઈ આ વિસ્તારના રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં વારંવાર રજુઆતો કરતાં રાજસ્થાન તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાં સામલા-વડાણા પાસે 8 કરોડના ખર્ચે નવીન પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી. ત્યારે ગુરુવારે 1 એપ્રિલના રોજ શ્રીફળ વધેરી કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. પાઇપલાઇનનું ખોદકામ કરી મીઠા જોડે ભાભર-સણવા કેનાલને જોડાણ આપીને ભાભર વિસ્તારના 15 જેટલા ગામોને ખેતી માટે પુરતા પ્રમાણમાં કેનાલનું પાણી મળી રહેશે.

આ કામગીરી દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ રાધનપુર શાખાના એસ.પી.મહંત, સી.આર.પરીખ, એ.સો.રીતિકભાઇ પ્રજાપતિ, ભાભર-સણવા ડિસ્ટીબ્યુટરી કેનાલ ગેટમેન જગાજી ઠાકોર, કામદારો અને ખેડૂતો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો