મિલન:માનસિક બીમાર સગર્ભા બોલી ન શકતાં 181ની ટીમે તેના ફોટા લોકોને બતાવી ભાભરમાં પરિવારને શોધ્યા

ભાભર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
માનસિક બીમાર સર્ગભા પરિવાર સાથે મિલાપ થયો - Divya Bhaskar
માનસિક બીમાર સર્ગભા પરિવાર સાથે મિલાપ થયો
  • જોરાવરગઢ ગામના પાટિયા પાસેથી મળી આવેલી પરિણીતાનું પરિવાર સાથે મિલાપ

ભાભર તાલુકાના જોરાવરગઢ ગામના પાટિયા પાસેથી રવિવારે એક અસ્થિર મગજની સગર્ભા મહિલા મળી આવી હતી. જોકે, તે બોલી ન શકતા ટીમે તેના ફોટા લોકોને બતાવી પરિવારજનોને શોધ્યા હતા. અને તેણીનું મિલન કરાવ્યું હતુ.ભાભર તાલુકાના જોરાવરગઢ નજીકથી મળી આવેલી અસ્થિર મગજની સગર્ભા યુવતીનું પરિવાર સાથે મિલન કરાવાયું હતુ. આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર કોમલબેન પ્રણામીએ જણાવ્યું હતું કે, ભાભરના માનવતાં ગૃપ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક મહિલા એકલી અટુલી બેઠી છે.

આથી મહિલા પોલીસ મમતાબેન બાબુભાઇ વિશ્નોઇ સાથે ત્યાં ગયા હતા. જ્યાં તેણીની પૂછતાછ કરી ઘરનું સરનામું મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે, યુવતી અસ્થિર મગજની હોઇ અને કશું બોલતી ન હોવાથી તેના ફોટા પાડી ભાભરમાં લોકોને બતાવ્યા હતા. જેમાં સફળતા મળતાં આખરે તેના પરિવારજનો મળી આવ્યા હતા.

અને સહિ સલામત રીતે તેણીને પરિવારજનોને સોંપી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, પરિણીતાને બે વર્ષનું બાળક પણ છે. જોકે, તેણી અસ્થિર મગજની હોવાથી ઘરની બહાર નીકળી જાય છે. જે ગઇકાલે નીકળી હતી. સહિ સલામત રીતે ઘરે લાવવા બદલ તેમણે 181 અભયમની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...