રહીશોમાં ફફડાટ:ભાભરમાં બે બંધ મકાનનાં તાળાં તૂટ્યાં,પણ તસ્કરોને કંઈ ન મળ્યું

ભાભર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકાન માલિક દ્વારા પોલીસ મથકે અરજી અપાતાં તપાસ

ભાભર નવામાં આવેલ કૃષ્ણનગર-2 સોસાયટીમાં સોમવારે રાત્રિના સુમારે બે બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંધ મકાનમાં કોઈ કિંમતી ચીજવસ્તુ ન હોવાથી ચોર ટોળકીને મહેનત માથે પડી હતી અને ચોરી થતા સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. મકાન માલિક દ્વારા ભાભર પોલીસ મથકે અરજી અપાઇ હતી.

ભાભર નવા ખાતે આવેલ કૃષ્ણનગર-2 સોસાયટીમાં રહેતા રજનીભાઈ જૈન અને હસુભાઈ જૈન બંને જૈન પરિવાર બહાર ગયો હોવાથી બંધ મકાન હોવાથી અજાણ્યા તસ્કરો દ્વારા દ્વારા સોમવારની રાત્રે બંધ મકાનોના દરવાજાનું તાળું તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈ કિંમતી ચીજવસ્તુ ના મળતા ચોરોને ફેરો માથે પડ્યો હતો.

મંગળવારે જૈન પરિવાર ઘરે આવી તપાસ કરતા ઘરનો દરવાજા તૂટેલા હોવાથી બંને ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. પરંતુ ઘરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ ન હોવાથી મોટી ચોરી થતા પરિવાર બચ્ચો હતો. ચોરી થતાં સોસાયટીના લોકોને ખબર પડતા મકાન આગળ લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને મકાન માલિક રજનીભાઈ જૈન દ્વારા ભાભર પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોસાયટીના રહીશો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...