તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાભરમાંથી બે સ્થળે ચાલતા જુગાર પર રેડ, 14 ઝડપાયા

ભાભરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ.1,44,640 નો મુદામાલ જપ્ત કર્યો

ભાભર પોલીસે મંગળવારે નવા વિસ્તારમાં આવેલ આનંદ પ્રકાશ સ્કુલની પાછળ આવેલ ચોકમાં જુગારધામ પર રેડ કરતાં કરી 8 શખ્સોને ઝડપી લીધા હતા,જેમની પાસેથી રૂ.1,15,720 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે ભાગવત શેરીમાં રહેતા પીન્ટુ અબ્બાસ મીરના ઘરમાં રેઇડ પાડતા 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.જેમની પાસેથી રૂ.28,920 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જુગારીઓ પાસેથી મોબાઈલ નંગ 10 .રૂ.22,000 ત્રણ બાઈક કિ઼.1,44,640 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ઝડપાયેલા જુગારી
(1) ઇન્દુભા ભુરૂભા રાઠોડ (રહે.ભાભર) (2) દાદુભા દિલુભા રાઠોડ.(રહે.ભાભર) (3) કાળુભા અભેસિંહ રાઠોડ.(રહે ભાભર) (4) રણધિરસિંહ વનરાજસિંહ રાઠોડ.(રહે.ભાભરનવા) (5) દિનેશભાઇ ઉર્ફે દાણી મહેન્દ્રભાઇ દરજી.(રહે.ભાભરનવા , ભાભર) (6) લાલુભા હંસુભા રાઠોડ.(રહે.ઉંબરી તા.કાંકરેજ) (7) રમેશભા બાબુભા રાઠોડ.(રહે.ભાભર) (8) અંદરસિંહ શંકરસીંહ વાઘેલા.(રહે.ઉંબરી તા.કાંકરેજ) (9).રમુભા અભેસીંહ રાઠોડ રહે.ભાભર ફરાર

ભાગવત શેરીમાંથી પડાયેલા જુગારી
(1).પીન્ટુ અબ્બાસ મીર (2) આશિષ કિરીટભાઈ ઠક્કર (3) દિનેશ ભરતભાઈ ઠક્કર (4) ગુલાબ બબાભાઈ મીર (5).સમીર વસતાભાઈ મીર (6).રફીક હબીબભાઈ મીર રહે. તમામ ભાભર,

અન્ય સમાચારો પણ છે...