તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભાભર હાઇવે પર બાઈકચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં મોત નીપજ્યું

ભાભરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાભર-દિયોદર રોડ પર રવિવારે બપોરે ચાલીને જતી વૃદ્ધાને બાઈકચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં 108 દ્વારા સારવાર અર્થે રિફર કરાયા હતા. ભાભરના જશીબા સુરસિંહજી રાઠોડ (ઉં.વ.67) માતાજીના દર્શન કરવા માટે ચાલતા જતા હતા.

ત્યારે ભાભર-દિયોદર હાઇવે પર મારૂતિ નંદન વેરહાઉસ પાસે પુરપાટ બાઈક (જીજે-8-સીબી-8814)ના ચાલકે વૃદ્વાને અડફેટે લેતાં રોડ પટકાતા માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જશીબા રાઠોડનું મોત થયું હતું. ભાભર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી લાશનું પોસ્ટમોર્ટમ અર્થે ભાભર સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...