તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભાભર નજીક થાંભલા સાથે બાઇક ટકરાતાં બાઈક સ્લીપ ખાતાં માતા-ભત્રીજાનું મોત

ભાભર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉચોસણનો પરિવાર ભાભર તાલુકાના મેરા ગામે લોકાચાર પતાવી પરત ફરતા બાઇક થાંભલાથી ટકરાતાં મહિલા અને બાળકનું મોત નિપજ્યું હતું. - Divya Bhaskar
ઉચોસણનો પરિવાર ભાભર તાલુકાના મેરા ગામે લોકાચાર પતાવી પરત ફરતા બાઇક થાંભલાથી ટકરાતાં મહિલા અને બાળકનું મોત નિપજ્યું હતું.
 • સુઇગામના ઉચોસણનો પરિવાર ભાભરના મેરા ગામે લોકાચાર પતાવી પરત ફરતો હતો
 • બાઈકચાલકને સારવાર અર્થે રાધનપુર ખાતે રીફર કરાયો

સુઇગામના ઉચોસણનો પરિવાર સોમવારે બપોરે ભાભર તાલુકાના મેરા ગામે લોકાચાર પતાવી પરત ફરતાં ભાભર-સુઇગામ હાઈવે ઉપર રાધે સ્કૂલ અને હરિધામ ગૌશાળાની વચ્ચે અચાનક બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક થાંભલાને ટક્કરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકની માતા અને તેના ભત્રીજાનું મોત નિપજ્યું હતું. ઉચોસણના ઈશ્વરભાઈ હેમજીભાઈ બેણપા સોમવારે માતા અને ભત્રીજા સાથે બાઇક લઇને ભાભર તાલુકાના મેરા ગામે સગાને ત્યાં લોકાચારે આવ્યા હતા.

ત્યાંથી લોકાચાર પતાવી બાઇક લઇ પરત ફરતાં ભાભર-સુઇગામ હાઈવે ઉપર રાધે સ્કૂલ અને હરિધામ ગૌશાળાની વચ્ચે અચાનક બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક થાંભલાને ટકરાયું હતું. જેમાં માતા જશુબેન અને ભત્રીજા વિપુલનું મોત નિપજ્યું હતું. જ્યારે જ્યારે પુત્રને વધુ ઈજાઓ હોવાથી સારવાર અર્થે રાધનપુર ખાતે રીફર કરાયા છે. બન્ને મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવા આવ્યા હતા. ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં સીએચસી ખાતે ઉમટ્યા હતા. ભાભર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં પરિવારના સભ્યો ફરિયાદ કરવાની ના પાડી પોસ્ટ મોર્ટમ કરાયા વગર લાશ લઇ ગયા છે.’

કમનસીબ મૃતકો
1.જશુબેન હેમજીભાઈ બેણપા (ઠાકોર) (ઉં.વ.60,રહે.ઉચોસણ)
૨. વિપુલભાઈ બળવંતભાઈ બેણપા (ઠાકોર) (ઉં.વ.16,રહે.ઉચોસણ)

ઈજાગ્રસ્ત
1.ઈશ્વરભાઈ હેમજીભાઈ બેણપા (ઠાકોર) (પુત્ર) (ઉં.વ.૩૦)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો