ભાભરમાં આવેલ ચૌધરી સમાજની પટેલ બોર્ડિંગમાં મંગળવારે સમૂહ લગ્ન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સાત નવ યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. 64 ગોળ આંજણા ચૌધરી સમાજ દ્વારા મંગળવારે પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. પ્રથમ સમૂહ લગ્નમાં ચૌધરી સમાજ દ્વારા 7 નવયુગલા વરઘોડિયાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક યુગલને ચૌધરી સમાજ દ્વારા સોનાની ચેન, વાસણ વગેરે વસ્તુ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઇ ભેમાભાઈ, સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ સમૂહ લગ્ન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.