ભવ્ય સ્વાગત:ગૌસેવક 80 હજાર કિ.મી.ની પદયાત્રા કરીને ભાભર જલારામ ગૌશાળામાં પધારતાં સામૈયું

ભાભર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગદીશ ગોપાલજી મહારાજ દ્વારા ગૌવંશ પ્રવચન અપાયું

રાજસ્થનમાં 80 હજાર કિલોમીટરની પદયાત્રા કરી ગૌસેવક જગદીશગીરીબાપુ રવિવારે ભાભર જલારામ ગૌશાળામાં આવતાં સંચાલકો દ્વારા બાપુનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 80 હજાર કિ.મી. રાજસ્થાનમાં પદયાત્રા કરી ગુજરાતમાં પધાર્યા છે. જેમને ભાભર જલારામ ગૌશાળા દ્વારા આમંત્રણ આપવામાં આવતા રવિવારે ભાભર જલારામ ગૌશાળાએ પધારતા ભાભર નગરજનો, દરબાર સમાજના યુવાનો, આગેવાનો અને જલારામ ગૌશાળાના સંચાલકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેમાં કુંવારિકાઓ દ્વારા મહાન સંત ગૌભકતનું માથે કળશ સાથે સામૈયું કરવામાં આવ્યું અને ત્યાર બાદ ભાભર જલારામ ગૌશાળા ખાતે બેઠક હોલમાં જગદીશ ગોપાલજી મહારાજ દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌશાળા સંચાલકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી દર્શન તથા સંતની અમૃત સમાનવાણીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...