તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ભાભરના કારેલામાં બે જૂથ વચ્ચે મારામારી, 9 વ્યક્તિ સામે ફરિયાદ

ભાભર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલા સહિત છ વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા

ભાભર તાલુકાના કારેલા ગામમાં દુકાનમાં ગુટખા ખરીદવા તેમજ લગ્ન પ્રસંગે પોતાના ઘર આગળ ફટાકડા ફોડવાની સામાન્ય બાબતમાં બે જૂથ સામસામે આવી જતા તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરાતાં બે મહિલા સહિત છ લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા અને બંને જૂથોએ સામસામે પોલીસ મથકે 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાભર તાલુકાના કારેલા ગામે રવિવારે રાત્રીના સમયે વાસુભા બચુભા રાઠોડ પોતાની દુકાને બેઠા હતા. તે દરમિયાન કાળુભા શીવસીગ રાઠોડ ગુટખા માંગતા ગુટખા આપીને વાસુભાએ પૈસા માંગતા પૈસા ન આપી અપશબ્દો બોલી દુકાનમાં તોડફોડ કરતાં બોલાચાલી થઇ હતી. તેમજ લગ્નમાં ઘર પાસે આવી ફટાકડા ફોડતા થોડે દૂર જઇ ફટાકડા ફોડવાનું કહેતા ઉશ્કેરાયેલા ટોળાએ છરી વડે હુમલો કરતાં સામસામે બંને જુથો બાખડયા હતા. જેમાં બે મહિલાઓ સહિત 6 જણને ઇજાઓ થતાં સારવાર માટે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ફરિયાદી મગનસિહ દિવાનસિહ રાઠોડએ કાળુભા શીવસીગ રાઠોડ, સનુભા મોડસીગ, મોડસીગ બાલસીગ, નથુભા ભુરસિહ સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે વિક્રમસિંહ કહળસિંહ રાઠોડએ મગનસિહ દિવાનસિહ રાઠોડ, મેઘરાજસિહ રતનસિંહ રાઠોડ, લખુભા બચુભા રાઠોડ, વાસુભા બચુભા રાઠોડ, દાનસીગ દિવાનસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ ભાભર પોલીસ મથકે બંને જૂથોએ 9 વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...