ખેડૂતોનાં ધરણાં:ભાભરના રૂની પાસે વેજપુર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનાં ધરણાં

ભાભરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળું વાવેતર કર્યું પણ પાણી ના અભાવે ઘાસચારો સુકાઈ રહ્યો છે

ભાભર વિસ્તારમાંથી પસાર થતી વેજપુર કેનાલમાં પાણી ના હોવાના લીધે ઉનાળું વાવેતર કરેલ ઘાસચારો સુકાઈ રહ્યો છે. જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે બુધવારે રૂની પાસે વેજપુર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોના ધરણાં પર બેઠા હતા.

વાવ, ભાભર અને સુઈગામ તાલુકામાં કેનાલોમાં પાણી બંધ થતાં ખેડૂતો સહિત પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વેજપુર કેનાલમાં પાણી ના હોવાના લીધે ખેડૂતોનો ઉભો મોલ સુકાઇ રહ્યો છે. ખેડૂતનું પશુધન પાણી વગર ટળવળે રહ્યા છે.

ત્યારે જગતના તાતની સાથે આમ આદમી પાર્ટીના અગ્રણી ડૉ.ભીમ પટેલ, સુઇગામના ભૂરાજી રાજપૂત, પ્રભારી એ.બી.પટેલ, સુરેશ પટેલ, હરજીભાઈ દેસાઈ, દિનેશ રાજપૂત, મેઘરાજ ભાટી, નવિનભાઈ તથા અન્ય ખેડૂત મિત્રો વેજપુર કેનાલ રૂની પાટિયા પાસે બુધવારે ધરણાં પર બેસી ગયા હતા. બધા જ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરોએ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ સૂઝે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. સરકાર સત્વરે પાણી છોડે અને ખેડૂતોને મુશ્કેલીમાંથી ઉગારે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...