હોબાળો:ભાભરના સનેસડામાં સમયસર પગાર ન ચૂકવાતાં દૂધ ઢોળી ગ્રાહકોનો વિરોધ

ભાભર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના ગ્રાહકોએ દૂધ મંડળીને તાળાબંધી કરી હોબાળો મચાવ્યો
  • દૂધના ​​​​​​​પગારનાં નાણાં ન ચૂકવાય ત્યાં સુધી તાળું નહી ખોલવાની ચીમકી

ભાભર તાલુકાના સનેસડા દૂધ મંડળીમાં મંત્રી દ્વારા પશુપાલકોને સમયસર દૂધનો પગાર ના ચૂકવતા ગ્રાહકોએ ગુરુવારે દૂધ મંડળીને તાળાબંધી કરી હોબાળો મચાવ્યો હતો અને જ્યાં સુધી પગારનો પ્રશ્ન હલ ના થાય ત્યાં સુધી દૂધ મંડળી ચાલુ કરવા દેવામાં આવશે નહીંની ચિમકી ઉચ્ચારી હતી.

દૂધ ડેરી દ્વારા પશુપાલકોને માસની પહેલી અને પંદરમી તારીખે પગારનું ચુંકવણું થતું હોય છે. જ્યારે ભાભરના સનેસડા ગામે આવેલ બનાસડેરી સંચાલિત દૂધ મંડળીમાં ગ્રાહકોના દૂધના પગારનું ચુકવણું સનસેડાના મંત્રી દ્વારા સમયસર ના કરાતા ગુરુવારે દૂધ મંડળીના ગ્રાહકો દ્વારા દૂધ ઢોળી વિરોધ દર્શાવી હોબાળો મચાવી દૂધ ડેરીને તાળું માર્યું હતું. અને જ્યાં સુધી દૂધના પગારના નાણાં ન ચુકવાય ત્યાં સુધી ડેરી ખોલવા દેવામાં નહીં આવે તેવું ગ્રાહકોએ જણાવ્યું હતું.

દૂધ મંડળીના ગ્રાહકોએ જણાવ્યું હતું કે ‘આ બાબતે બનાસ ડેરી પાલનપુરના વહીવટકર્તાઓ અને ભાભર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઇ છે. સનેસડા દૂધ મંડળીના મંત્રી મહેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર સામે પગલાં ભરી દૂધના નાણાનો સમયસર ગ્રાહકોને પગાર કરાય તે માટે રજૂઆત કરાઇ હતી.’

અન્ય સમાચારો પણ છે...