તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ભાભરના વેપારી પૌત્રને રમાડવા મુંબઇ ગયા ને ચોર ઘરમાંથી રૂ.1.97 લાખની મત્તા ઉપાડી ગયા

ભાભર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રોકડ રકમ અને સોના- ચાંદીના દાગીના ચોરી જતાં ચકચાર

ભાભરના વાસણના વેપારી મુંબઇ તેમના પૌત્રને રમાડવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી અંદરથી રોકડ રકમ સહિત સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.97 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભાભર જુના ગામે જૈન શેરીમાં રહેતા વાસણના વેપારી મહેન્દ્રકુમાર પન્નાલાલ રોળીયા (જૈન)નો પરીવાર મુંબઇ રહે છે. જ્યાં તેમના નાનાભાઇના દિકરા અક્ષયને ત્યાં બાબાનો જન્મ થયો હોઇ પૌત્રને રમાડવા માટે સપ્તાહ અગાઉ મુંબઇ ગયા હતા. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તેમજ સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,97,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ઁ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો