હનીટ્રેપ:ભાભરના ખેડૂત હનીટ્રેપમાં ફસાયા,ગોધરાની યુવતીએ રૂ.31.34 લાખ ખંખેરી લેતાં ચકચાર

ભાભર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ફ્લેટ, દુકાન અને જમીન પોતાની નામે કરવાનું કહેતા આધેડે ઈન્કાર પાડતાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં આધેડે ફરિયાદ નોંધાવી

ભાભરના એક ખેડૂતને ગોધરાની એક યુવતીએ સારા સંબંધો કેળવી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 31.34 લાખ પડાવ્યા હતા. તેમજ ફ્લેટ, દુકાન અને જમીન નામે કરવાનું કહેતા ભાભરના આધેડે ના પાડતા તેને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આધેડ હતપ્રભ બની ગયા હતા.આ અંગે આધેડે ભાભર પોલીસ મથકે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાભર તાલુકાના જાસનવાડા ગામના અને હાલ ભાભર રહેતા લાલજીભાઈ હમીરભાઇ ચૌધરીને મૂળ ગોધરા અને હાલ મેમનગર અમદાવાદ રહેતા ક્રિષ્નાબેન હર્ષદભાઈ નાથાભાઈ માંડવીયાએ સાથે સારા સંબંધો કેળવાયા હતા. ત્યારે ક્રિષ્નાબેન લાલજીભાઇ પાસેથી અવાર-નવાર પૈસાની માંગણી કરતાં લાલજીભાઇએ મદદ કરવાની ભાવનાથી અલગ-અલગ રીતે કુલ રૂ.31.34 લાખ રોકડા અને જરૂરી વસ્તુઓ અને સોનાની ચેન આપી હતી.

ત્યારબાદ ક્રિષ્નાબેન ફોન ઉપર લાલજીભાઈ પાસેથી ફ્લેટ અને દુકાન તેમજ ગોધરા ખાતેની જમીન એનએ કરાવી પોતાના નામે કરી આપવાનું કહેતા અને જો નહી કરી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ જેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા. જેથી લાલજીભાઇ કંટાળીને ભાભર પોલીસ મથકે ધમકી આપનાર ક્રિષ્નાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ક્રિષ્નાબેન માંડવીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દો ભાભર પંથકમાં ટોક ઓફ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...