તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠા:ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 4નાં મોત, મૃતકોમાં 3 ખારા ગામના રહેવાસી

ભાભર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે મોડી રાત્રે પુરઝડપે જતી કારે અકસ્માત સર્જ્યો,બેને ઈજા પહોંચી
  • કાર પાછળ બેઠેલા 3 પૈકી 2 જણા અકસ્માત બાદ કારમાંથી ઉતરી ફરાર થઇ ગયા

ભાભરના ખારા ગામ પાસે રવિવારે રાત્રે કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક 100 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતુ.જેમાં ત્રણ બાઈક સવાર યુવાનો તેમજ કાર ચાલકનું મોત નીપજ્યું હતુ. રવિવારની રાત્રે ખારા ગામ પાસે કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટર સાયકલ પર સવાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના અને કારચાલક સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બાઇક સવાર અન્ય યુવાનને ગંભીર હાલતમાં ભાભર રેફરલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યાં હતો જેનું પણ મોત થતાં કુલ 4 મોત થયા છે.

બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જ્યારે કારમાં પાંચ બેઠેલા વ્યક્તિમાં બે ઘાયલ થયા હતા જ્યારે ડ્રાઈવરનું ઘટના સ્થળેજ મોત નિપજી ગયું હતું. પાછળ બેઠેલા 3 પૈકી 2 જણા અકસ્માત બાદ કારમાંથી ઉતરી ફરાર થઇ ગયા હતા.ઘાયલોને સારવાર માટે ભાભર દિયોદર 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે "અકસ્માતમાં કાર નંબર GJ05-JM-6396નો મોટર સાયકલ નં GJ08 - BO - 2877 સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે." સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ " કાર ડીસાના આખોલ ગામની અને મોટર સાયકલ પર ખારા ગામના યુવાનો હતા. ગામના ત્રણ યુવાનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગામ સદંતર બંધ રહ્યું હતું. એક યુવાન ભાભરમાં એગ્રોની દુકાન ધરાવતો હોવાથી અહીંની તમામ દુકાનો બંધ રહી હતી અને માર્કેટયાર્ડ પણ બંધ રહ્યું હતું."

રાત્રે કાર પુરઝડપે જઈ રહી હતી
અકસ્માત સર્જાયો ત્યાં ખારા ગામના પાટિયા પાસે વળાંકમા સામ સામે વાહનો આવી જતાં ગયા હતા.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે "ભાભર ખીમાના હાઇવે રોડનું કામ ગોકળ ગતીએ ચાલી રહ્યું છે રાત્રે કાર પુરઝડપે ભાભરથી ખારા પાટિયા આગળથી જઈ રહી હતી ત્યારે ખારા ગામના યુવાનો ખેતરેથી ખારા ગામમાં જઇ રહ્યા હતા અને પુરપાટ સ્પીડથી આવતી કાર ચાલકે ટક્કર મારી બાઈક 100 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.

બાઇક સાથે અથડાયા બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી.
બાઇક સાથે અથડાયા બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી.

મૃતકોમાં ત્રણ ખારા ગામના પટેલ
મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોની મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, 3 મૃતકો ખારા ગામના પટેલ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય એક મૃતક આકોલીના છે.

મૃતકોના નામ (બાઈક પર સવાર)
1 વિનોદભાઈ મેઘરાજભાઈ ચૌધરી, ઉ.વ. 26, રહે. ખારા,તા.ભાભર,
2 પ્રતાપભાઈ ધનરાજભાઈ ચૌધરી, ઉ.વ.35, રહે. ખારા તા.ભાભર,
3 અમરતભાઈ હિરાભાઇ ચૌધરી, ઉ.વ.32 , રહે. ખારા તા. ભાભર,
(કારચાલક)
4 ચકુભા ઉર્ફે લાડુભા પ્રભાતસિંહ પરમાર ઉ.વ. 28 રહે.નાનીઆખોલ, તા.ડીસા,

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો