અકસ્માત:ભાભર નજીક રોડ રોડ ક્રોસ કરવા જતાં મહિલા ટ્રકની અડફેટે આવી જતાં મોત

ભાભરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક સામે ફરિયાદ

ભાભર-રાધનપુર હાઇવે વિશ્રામગૃહ નજીક શનિવારે બપોરના સમયે મહિલા ખેતરે ચાલતા જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરવા જતાં ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલા ટ્રકના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.આ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. મહિલાના પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ભાભર-રાધનપુર હાઇવે વિશ્રામગૃહ નજીક શનિવારે બપોરના સમયે જાસુબેન મફાજી ઠાકોર (ઉં.વ.આ.42) ખેતરે ચાલતા જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરવા જતાં ટ્રક ચાલકે હડફેટે લેતા જાસુબેન ટ્રકના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. મહિલાના પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી મહિલાની લાશને ભાભર સીએચસી ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ ભાભર પોલીસને જાણ કરાઇ હતી. ઘટના સ્થળેથી ટ્રક ચાલક ટ્રક મુકી નાસી ગયો હતો.પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.મહિલાના મોતને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...