તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ખારી પાલડી ગામની મહિલાએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાભર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાંના ત્રાસથી આપઘાત કરતાં ચકચાર ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ભાભર તાલુકાના ખારીપાલડી ગામે એક આધેડ મહિલાએ સાસરીયાઓના ત્રાસ થી આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે.પિયરપક્ષે મહિલાના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોં વધુ તપાસ હાથ ધરી છે.

ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મહિલા સવિતાબહેન અણદાભાઇ મકવાણા ઉ.વ.50 (રહે.ખારી પાલડી તા.ભાભર) સોમવારે ગળેફાંસો ખાઈ પોતાનુ જીવન ટુકાવ્યુ હતુ.જેમને સંતાનોમાં 2 પુત્ર અને 2 દિકરીઓ હતી.સવિતાબેનના મૃત્યુના સમાચાર પિયર પક્ષને મળતા કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે જાણ થતાં તેઓએ ભાભર પોલીસને જાણ કરી મહિલાની લાશને પીએમ માટે ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમા મોકલવામાં આવી હતી. જ્યાં પિયર પક્ષના ઇશ્વરભાઇ ગણેશભાઈ મકવાણા (રહે.તેરવાડા. તા.કાકરેજ) એ ભાભર પોલીસ મથકે સવિતાબેનના પતિ અણદાભાઇ ચહેરભાઇ મકવાણા (રહે.ખારી પાલડી.તા. ભાભર ) સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...